શોધખોળ કરો
Advertisement
પાલઘર મૉબ લિંચિંગ મામલે સરકાર એક્શનમાં, 35 પોલીસકર્મીઓની બદલી કરાઇ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઘટનાની નિંદા કરી હતી, અને સખ્ત કાર્યવાહી કરવાનો વાયદો કર્યો હતો. આ મામલાની તપાસ સીઆઇડીને સોંપવામાં આવી છે
મુંબઇઃ મુંબઇની નજીક આવેલા પાલઘરમાં 16મી એપ્રિલની રાત્રે 2 સાધુઓ સહિત ત્રણ લોકોની હત્યા મામલે પોલીસકર્મીઓ પર એક્શન લેવાઇ છે. પાલઘર પોલીસ અનુસાર કાસા પોલિસ સ્ટેશનના 35 પોલીસકર્મીઓની બદલી કરી દેવામાં આવી છે.
16મી એપ્રિલની રાત્રે મહારાજ કલ્પવૃક્ષ ગિરી (70), મહારાજ સુશીલ ગિરી (35) અને ડ્રાઇવર નિલેશ તેલગડે (30)ને પાલઘર જિલ્લાના ગડચિનચલે ગામમાં લોકોના ટોળાએ ચોર સમજીને મારમારીને હત્યા કરી દીધી હતી.
આ ઘટનાને લઇને દેશભરમાં લોકોનો આક્રોશ સામે આવ્યો હતો, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઘટનાની નિંદા કરી હતી, અને સખ્ત કાર્યવાહી કરવાનો વાયદો કર્યો હતો. આ મામલાની તપાસ સીઆઇડીને સોંપવામાં આવી છે.
પાલઘર મૉબ લિંચિંગ મામલે પોલીસે 110 લોકોની ધરપકડ કરી છે, જેમાંથી 9 નાબાલિગ હોવાના કારણે તેમને બાલ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે. બે પોલસીકર્મીઓને પણ આ મામલે લાપરવાહી દાખવવા બદલ મહારાષ્ટ્ર સરકારે સસ્પેન્ડ કરી દીધા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion