આ ધારાસભ્યે 58 વર્ષની વયે પાસ કરી દસમા ધોરણની બોર્ડની પરીક્ષા, પાસ થતાં જ સૌથી પહેલાં શું કર્યું ?
પોતાના પરિણામની સમાચાર મળતા જ કન્હારે એક મંદિરમાં પૂજા-અર્ચના કરી. તેમને જે સ્કૂલમાં પરીક્ષા આપી હતી, તેના શિક્ષકો, તેમના મતદાતાઓ, દોસ્તો અને તેમને અભિનંદન આપ્યા.
10th Class Exam Result: સત્તારૂઢ બીજદ (BJD)ના ધારાસભ્ય અંગદ કન્હાર (Angada Kanhar)એ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા (Class 10 Board Examination) પાસ કરી લીધી છે. 58 વર્ષીય ધારાસભ્યે 72 ટકા માર્ક્સ હાંસલ કર્યા. તે આ વર્ષે કંધમાલ જિલ્લાના પીતામ્બરી ગામની રજંગી હાઇસ્કૂલ (High School)માં પરીક્ષા (Exam) આપવા માટે ગયા હતા.
પોતાના પરિણામની સમાચાર મળતા જ કન્હારે એક મંદિરમાં પૂજા-અર્ચના કરી. તેમને જે સ્કૂલમાં પરીક્ષા આપી હતી, તેના શિક્ષકો, તેમના મતદાતાઓ, દોસ્તો અને તેમને અભિનંદન આપ્યા. તે પારિવારિક સમસ્યાઓના કારણે 1978માં પરીક્ષામાં બેસી ન હતા શક્યા.
ધારાસભ્યે કહ્યું - હું તે તમામ લોકોનો આભાર માનુ છુ, જેમને મને પરીક્ષા આપવા માટે પ્રેરિત કર્યો. હું પોતાનો અભ્યાસ ચાલુ રાખીશ. તેમને કહ્યું કે, શિક્ષણ (Education) ના સંબંધમાં રિટાયરમેન્ટ ઉંમર (Retirement Age) નક્કી નથી.
બુધવારે જાહેર થયુ પરિણામ -
ઓડિશા (Odisha) ના માધ્યમિક શિક્ષણ બોર્ડે (BSE) બુધવારે 6 જુલાઇએ 10મા ધોરણની પરીક્ષાનુ પરિણામ જાહેર કરી દીધુ હતુ. જેમાં 90.55 ટકા વિદ્યાર્થીઓ (Students)ને પાસે જાહેર કરવામા આવ્યા હતા. ઓડિશાના સ્કૂલ તથા શિક્ષણ મંત્રી એસ આર દાસે કહ્યું કે, હાઇસ્કૂલ પ્રમાણન (HSC) પરીક્ષામાં 8,925 સ્કૂલો (Schools) ની કુલ 5,26,818 વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. આ વખતે પરીક્ષા ઓફલાઇન માધ્યમથી ઓયોજિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો..........
ધૂમ સ્ટાઈલમાં ચોરીઃ બાઈક પર આવેલા બે શખ્સો ચાલુ ટ્રકમાંથી ચોરી કરી ફરાર, જુઓ વીડિયો
DRDO Recruitment 2022: Scientist ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ કરી શકશે અરજી?
IND vs ENG Playing-11: ઇગ્લેન્ડ સામે ટી-20 સીરિઝમાં અજેય છે ટીમ ઇન્ડિયા, છ વર્ષમાં જીતી ત્રણ સીરિઝ
સૌરાષ્ટ્રના આ તાલુકામાં જળબંબાકાર, 24 કલાકમાં સાંબેલાધાર 13 ઇંચ વરસાદ ખાબક્યો
આ ધારાસભ્યે 58 વર્ષની વયે પાસ કરી દસમા ધોરણની બોર્ડની પરીક્ષા, પાસ થતાં જ સૌથી પહેલાં શું કર્યું ?
Education Loan Information:
Calculate Education Loan EMI