શોધખોળ કરો
Advertisement
પહલૂ ખાન હત્યાકાંડ મામલાના તમામ છ આરોપીઓ નિર્દોષ, ગો તસ્કરીની શંકામાં થઇ હતી મોબ લિંચિંગ
ચુકાદા બાદ સરકારી વકીલ યોગેન્દ્ર સિંહ ખટાણાએ કહ્યું કે, કોર્ટે છ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુક્યા છે
નવી દિલ્હીઃ રાજસ્થાનના અલવરની એક કોર્ટે બહુચર્ચિત પહલૂ ખાન મોબ લિંચિંગ મામલામાં છ આરોપીઓને બુધવારે નિર્દોષ છોડી મુક્યા હતા. કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુક્યા છે. આ મામલામાં નિર્ણય જજ સરિતા સ્વામીએ ચુકાદો આપ્યો છે. ચુકાદા બાદ સરકારી વકીલ યોગેન્દ્ર સિંહ ખટાણાએ કહ્યું કે, કોર્ટે છ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુક્યા છે. ચુકાદાની કોપી અમને મળી નથી. ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ અમે અપીલ કરીશું.
નોંધનીય છે કે આ મામલામાં કુલ નવ આરોપીઓમાંથી ત્રણ સગીર છે જેમનો કેસ ટીનેજર કોર્ટમાં ચાલી રહ્યો છે. આ ઘટના બે વર્ષ અગાઉની છે જ્યારે ખાન એક એપ્રિલ 2017ની છે જેમાં જયપુરમાંથી બે ગાય ખરીદીને જઇ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ બહરોડમાં ગો તસ્કરીની શંકામાં તેમને રોક્યા હતા. ખાન અને તેમના બે દીકરાઓની ભીડે માર માર્યો હતો. ત્રણ એપ્રિલની સારવાર દરમિયાન હોસ્પિટલમાં ખાનનું મોત થયુ હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement