વૈવાહિક વિવાદમાં દંપત્તિએ એકબીજા પર 60થી વધુ કેસ કર્યા, હવે સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ
લગ્નના ત્રીસ વર્ષ પછી છૂટા પડ્યા બાદ કપલે આ કેસ દાખલ કરાવ્યા હતા.
નવી દિલ્હીઃ બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો હતો. જેને ચીફ જસ્ટિસ એનવી રમના અને તેમની બેન્ચના અન્ય જજો જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ હિમા કોહલીને આશ્ચર્યમાં મૂકી દીધા. આ કેસ વૈવાહિક વિવાદનો હતો જેમાં પતિ-પત્નીએ 41 વર્ષના સંબંધમાં એકબીજા વિરુદ્ધ 60 થી વધુ કેસ નોંધાવ્યા હતા. લગ્નના ત્રીસ વર્ષ પછી છૂટા પડ્યા બાદ કપલે આ કેસ દાખલ કરાવ્યા હતા.
આ મામલે મધ્યસ્થતાનો આદેશ આપતાં ચીફ જસ્ટિસ એન.વી. રમનાએ ટિપ્પણી કરી હતી કે કેટલાક લોકોને લડવાની આદત હોય છે, જો તેઓ દિવસમાં એક વખત કોર્ટ ન જૂએ તો તેઓ રાત્રે સૂઈ શકતા નથી. રમનાએ આ વિવાદના સુખદ સમાધાન માટે આદેશ આપ્યો છે.
જ્યારે ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ આ મામલો ઉઠાવવામાં આવ્યો અને તેમને જ્યારે કહેવામાં આવ્યું કે દંપતીએ તેમના અલગ થયાના 11 વર્ષમાં એકબીજા વિરુદ્ધ 60 થી વધુ કેસ દાખલ કર્યા છે ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બેન્ચે કપલને ફરજિયાત મધ્યસ્થી કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે તેમણે સ્પષ્ટતા કરી હતી કે મધ્યસ્થી એ સમયબદ્ધ પ્રક્રિયા હોવાથી પક્ષકારોને આ સમયગાળા દરમિયાન અન્ય પડતર બાબતોને આગળ વધારવાની મંજૂરી આપવામાં આવતી નથી.
New Maruti Ertiga Automatic : મારુતિની ઓટોમેટિક અર્ટિગા ટૂંક સમયમાં થશે લોન્ચ, નવા ફીચર્સ પણ મળશે
Gold Price Today: સોના-ચાંદીના ભાવ આજે પણ ઘટ્યા, જાણો કેટલું સસ્તું થયું 10 ગ્રામ સોનું?