કોરોનાના નવા વેરિયન્ટ XEએ વધારી ચિંતા, અત્યાર સુધીમાં નોધાઇ ચૂક્યા 600 કેસ, જાણો એક્સ્પર્ટે કેટલો ગણાવ્યો ખતરનાક
COVID-19 XE Variant: કોરોનાના નવા વેરિયન્ટ XE ઓમિક્રોનના 2 સબ લીનેજ BA.1 અને BA.2નું રીકોમ્બિનેન્ટ સ્ટ્રેન છે. નેશનલ હેલ્થ સર્વિસએ કોરોનાના આ નવા લક્ષણમાં 9 નવા લક્ષણો સામેલ કર્યાં છે.જેનાથી સતર્ક રહેવાની જરૂર છે.
COVID-19 XE Variant: કોરોનાના નવા વેરિયન્ટ XE ઓમિક્રોનના 2 સબ લીનેજ BA.1 અને BA.2નું રીકોમ્બિનેન્ટ સ્ટ્રેન છે. WHOએ તેમની તાજેતરમાં આપેલા એક રિપોર્ટમાં કહ્યું કે, નવું મ્યુટન્ટ વેરિયન્ટ XE ઓમિક્રોનના સબ વેરિયન્ટ BA.2થી લગભગ 10 પ્રતિશત વધુ સંક્રામક હોઇ શકે છે. નેશનલ હેલ્થ સર્વિસએ કોરોનાના આ નવા લક્ષણમાં 9 નવા લક્ષણો સામેલ કર્યાં છે.જેનાથી સતર્ક રહેવાની જરૂર છે.
કોરોનાની મહામારીને 2 વર્ષથી વધુનો સમય થઇ ચૂક્યો છે.જો કે સમય સાથે તેના નવા વેરિયન્ટ પણ સામે આવી રહ્યાં છે. થોડા સમય પહેલા ઓમિક્રોન, અને હવે BA.2 અને XE વેરિયન્ટે સ્વાસ્થ્ય વિભાગની ચિંતા વધારી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વેરિયન્ટ XEની પુષ્ટી કરી ચૂક્યું છે.
હવે XE અને કપ્પા વેરિયન્ટના કેસ મુંબઇમાં મળી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં જીનોમ સિક્વેસિંગ દરમિયાન કુલ 376 સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જેમાં 230 મુંબઇના હતા. 230માંથી 228 સેમ્પલ ઓમિક્રોન, 1 XE અને 1 કપ્પા વેરિયન્ટનો છે.
રિપોર્ટ દર્શાવે છે કે, કોરોના વાયરસના નવા મ્યૂટન્ટ વેરિયન્ટ XE,ઓમિક્રોનના સબ વેરિયન્ટ BA.2થી 10 ટકા વધુ સંક્રામક હોઇ શકે છે. કોરોનાના નવા વેરિયન્ટ XE ઓમિક્રોનના 2 સબ લીનેજ BA.1 અને BA.2નું રીકોમ્બિનેન્ટ સ્ટ્રેન છે. વર્તમાન સ્થિતિને જોતા એ કહેવું મુશ્કેલ છે કે, આ વેરિયન્ટ આખરે કેટલો ખતરનાક સાબિત થઇ શકે છે. દરેક વ્યક્તિમાં કોરોનાના લક્ષણો અલગ અલગ જોવા મળે છે. જો કે ગંભીર લક્ષણોને સંકેત ક્યાં છે, તે જાણવું જરૂરી છે.
એક બાજુ કોરોનાના વાયરસના સંક્રમણની અસર ઓછી જોવા મળે છે તો તેનાથી વિપરિત કેટલાક દર્દીમાં તે જ વાયરસની અસર ગંભીર પણ જોવા મળે છે. કોરોનાના નવા વેરિયન્ટ XEના લક્ષણો સામે આવ્યા છે.
આ વેરિયન્ટનો પહેલો કેસ યૂકેમાં નોંધાયો હતો. અત્યાર સુધીમાં 600 કેસ સામે આવી ચૂક્યાં છે.જો કોઇ દર્દીને સખત તાવ, સતત ખાંશી અને ગંધ સ્વાદમાં કમી વર્તાતી હોય તો કોવિડ હોઇ શકે છે.
NHSની વેબસાઇટ મુજબ કોરોનાના નવા વેરિયન્ટના લક્ષણો પણ ફ્લૂ સમાન જ છે. આ લક્ષણો ZOE કોવિડ ટ્રેકર એપ અનુસાર સામેલ કરવામાં આવ્યાં છે.જેમાં કોરોનાના પેશન્ટ લક્ષણો વિશે જાણકારી આપે છે.
કેટલાક પેશન્ટે આ એપ પર બ્રેન ફોગની પણ ફરિયાદ કરી છે,જો કોઇ દર્દીમાં આ પ્રકારના લક્ષણો અનુભવાય તો તપાસ કરાવવી જરૂરી છે.