શોધખોળ કરો
Advertisement
Covid19: મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 6741 નવા કેસ, 213 લોકોના મોત
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 6741 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 4500 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
મુંબઈ: દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 6741 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 4500 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે આજે 213 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,67,665 થઈ ગઈ છે જેમાંથી 1,49,007 લોકોએ કોરોના સામે જંગ જીતી લીધી છે. હાલના સમયે મહારાષ્ટ્રમાં 107665 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 10,695 લોકોના મોત થયા છે.
ભારતમાં કોરોનાથી ઠીક થવાનો સરેરાશ રિકવરી રેટ 63 ટકા છે. 20 રાજ્યોમાં રિકવરી રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. ગુજરાતમાં 70 ટકા, ઓડિશામાં 67 ટકા, આસામમાં 65 ટકા, તમિલનાડુમાં 65 ટકા, ઉત્તરપ્રદેશમાં 64 ટકા રિકવરી રેટ છે.
દેશમાં કોરોનાના કુલ મામલાનો 86 ટકા હિસો 10 રાજ્યોમાં છે. જેમાંથી બે રાજ્યો મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં 50 ટકાથી વધારે મામલા છે. જ્યારે કર્ણાટક, દિલ્હી, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, આસામ એમ આઠ રાજ્યોમાં 36 ટકા મામલા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion