શોધખોળ કરો
Advertisement
પિઝ્ઝા ડિલીવરી બોયના કોરોના પોઝિટીવ મામલે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શું કહ્યું ? જાણો
પિઝ્ઝા ડિલીવરી બોયની બેદરકારીથી 72 કસ્ટમરોને ક્વૉરન્ટાઇન થવાનો વારો આવ્યો છે. આ પિઝ્ઝા ડિલીવરી બોયને કોરોના પોઝિટીવ હતો.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં એક પિઝ્ઝા ડિલીવરી બોયની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. પિઝ્ઝા ડિલીવરી બોયની બેદરકારીથી 72 કસ્ટમરોને ક્વૉરન્ટાઇન થવાનો વારો આવ્યો છે. આ પિઝ્ઝા ડિલીવરી બોયને કોરોના પોઝિટીવ હતો. પિઝ્ઝા ડિલીવરી બોયના કોરોના પોઝિટીવ મામલે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું લક્ષણો હોવા છતા જો ડિલીવરી બોયને કામ પર રાખવામાં આવ્યો હશે તો કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે.
પિઝ્ઝા ડિલીવરી બોયની આ બેદરકારીના કારણે તેની સાથે રહેલા તમામ સ્ટાફને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. સુત્રો અનુસાર, આ પિઝ્ઝા ડિલીવરી બૉય માર્ચના અંત સુધી ડ્યૂટી પર હતો, અને ગયા અઠવાડિયે આનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો. જોકે અધિકારીઓનુ કહેવુ છે કે, આ પહેલા તેને ડાયાલિસીસ માટે હૉસ્પીટલ લાવવામાં આવ્યો હતો, ત્યાંથી તેને ચેપ લાગ્યો હતો.
લોકડાઉન દરમિયાન હાલ ભોજન અને કરિયાણાના સામાનની હોમ ડિલીવરીની અનુમતી છે, ત્યારે આવી બેદરકારી અનેકનો ભોગ લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીમાં કોરોના પોઝટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement