ભારતમાં કોરોના રસીને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે આ લોકોને પણ મળશે કોરોના રસી
દેશમાં અત્યાર સુધીમાં 51 કરોડ 39 લાખ 14 હજાર 567 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો બંન્ને ડોઝ સામેલ છે.
ભારતમાં કોરોના રસીકરણને લઈને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં રહેતા વિદેશી નાગરિકોને કોવિડ વેક્સિન લેવા માટે કોવીન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે વિદેશી નાગરિકો પોતાના પાસપોર્ટનો ઓળખ પત્ર દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકે છે.
એક વાર જ્યારે તેઓ આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરશે ત્યાર બાદ વિદેશી નાગરિકોને રસીકરણ માટે સ્લોટ મળી જશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે ભારતમા મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો રહે છે. ખાસ કરીને મહાનગરોમાં વિદેશી નાગરિકો વધુ રહેતા હોવાથી તેમને કોરોનાનુ સંક્રમણ થઈ શકે છે.
કેંદ્ર સરકારના આ નિર્ણયથી ભારતમાં રહેતા વિદેશી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. દેશમાં અત્યાર સુધીમાં 51 કરોડ 39 લાખ 14 હજાર 567 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો બંન્ને ડોઝ સામેલ છે.
ગુજરાતમાં કોરોના વાયરસના (Gujarat Corona Cases) 19 કેસ નોંધાયા છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના વાયરસના કેસ શૂન્ય છે. રાજ્યમાં ગઈકાલે કોરોના વાયરસના નવા 19 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 17 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં ગઈકાલે એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,778 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ગઈકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 5,51,121 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 3,71,32,599 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
હાલમાં અત્યાર સુધી 209 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 204 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,778 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10077 લોકોનાં મોત થઇ ચુક્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 17 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,778 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા જેટલો છે.