શોધખોળ કરો

CBIએ મૃત જાહેર કરેલી મહિલા કોર્ટમાં જજ સામે હાજર થઇ, જાણો ચોંકવનારા આ મામલા વિશે

Bihar News : બિહારના મુઝફ્ફરપુરની કોર્ટમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં CBI દ્વારા મૃત જાહેર કરાયેલી મહિલા કોર્ટમાં પહોંચી અને જજને કહ્યું, “જજ સાહેબ, હું જીવિત છું.”

Bihar CBI Declared Alive Woman Dead: બિહારના મુઝફ્ફરપુરથી CBIની બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં CBIએ એક એવું કામ કર્યું જેને સાંભળીને બધા ચોંકી ગયા. સીબીઆઈના આ કૃત્યથી કોર્ટ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. બિહારના સિવાન જિલ્લાની એક 80 વર્ષીય મહિલા, જે એક કેસમાં મુખ્ય સાક્ષી પણ છે, શુક્રવારે મુઝફ્ફરપુર સિવિલ કોર્ટમાં હાજર થઈ અને જજને કહ્યું  “જજ સાહેબ, હું જીવતી છું.” જોકે CBIએ આ મહિલાને મૃત જાહેર કરી હતી.

આ કેસ  પત્રકાર રાજદેવ રંજન હત્યા કેસ સાથે જોડાયેલો છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન - CBI દ્વારા મૃત જાહેર કરાયેલી મહિલા સાક્ષી બદામી દેવી શુક્રવારે કોર્ટમાં હાજર થઈ અને જજ સમક્ષ આવીને કહ્યું, " “જજ સાહેબ, હું જીવતી છું. મને CBI  દ્વારા મૃત જાહેર કરવામાં આવી છે.” 

CBIએ બદામી દેવીના મૃત્યુ અંગે કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો હતો. આવી સ્થિતિમાં કોર્ટમાં મૃત જાહેર કરાયેલી મહિલાની હાજરીને કારણે તપાસ એજન્સી CBIની  ઘણી બદનામી થઈ. આ સાથે જ કોર્ટે હવે CBI પાસેથી આ મામલે  સ્પષ્ટતા માંગી છે.

CBIના કૃત્યથી દુ:ખી થઇ મહિલા 
24 મેના રોજ CBIએ કોર્ટમાં એક રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે બદામી દેવી મૃત્યુ પામ્યા છે. જ્યારે બદામી દેવીને આ વાતની જાણકારી મળી તો તે ખૂબ જ દુઃખી થઈ ગઈ. જે બાદ તે પોતે આજે કોર્ટમાં હાજર થઇ હતી અને કહ્યું હતું કે, તે જીવિત છે. મહિલાએ કોર્ટમાં પોતાનું આઈકાર્ડ, પાન કાર્ડ, વોટર આઈ કાર્ડ પણ બતાવ્યું. આ અંગે સખત વાંધો વ્યક્ત કરતાં કોર્ટે CBIને કારણ દર્શક નોટિસ ફટકારી છે.

મારા માટે નિરાશાજનક અને પીડાદાયક : બદામી દેવી
બદામી દેવીએ કહ્યું, "જ્યારે મને ખબર પડી કે CBIએ કોર્ટમાં મારા મૃત્યુનો રિપોર્ટ દાખલ કર્યો છે, ત્યારે હું આઘાતમાં સરી પડી હતી. તે મારા માટે નિરાશાજનક અને પીડાદાયક હતું. પછી, હું મારું મતદાર આઈડી, પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે કોર્ટમાં હાજર થઇ છું." 

તેમના વકીલ શરદ સિંહાએ કહ્યું કે રાજદેવ રંજનની હત્યામાં દિવંગત સાંસદ મોહમ્મદ શહાબુદ્દીન સહિત 8 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. FIR મુજબ, શહાબુદ્દીનના નજીકના સાથી લદ્દન મિયાંને રાજદેવ રંજનની હત્યાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget