Aadhaar Address Update: આધાર કાર્ડમાં ઘરનું સરનામું બદલવા માટે કેટલો ચાર્જ ચૂકવવો પડે છે?
Aadhaar Address Update: ઘણા લોકો તેમના ઘરનું સરનામું બદલાઈ ગયું હોવા છતાં વર્ષો સુધી આધારમાં તેમનું સરનામું બદલતા નથી. આધાર અપડેટની ફી અંગે ઘણા લોકો મુંઝવણમાં રહે છે.
Aadhaar Address Update: આધાર કાર્ડ એક એવો સરકારી દસ્તાવેજ બની ગયો છે, જેના વિના અનેક પ્રકારના કામ અટકી જાય છે. તમામ સરકારી યોજનાઓથી લઈને બેંકો અને અન્ય સ્થળોએ આધાર કાર્ડ જરૂરી છે. આ જ કારણ છે કે દેશમાં લગભગ દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ છે અને તે હંમેશા પોતાની પાસે રાખે છે. તમે તમારા સરનામાના પુરાવા તરીકે પણ આ સરકારી ઓળખ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. જો કે, ઘણા એવા લોકો છે જેમણે લાંબા સમયથી આધાર અપડેટ કર્યું નથી. આધાર અપડેટ કરવાની ફી અંગે ઘણા લોકો મૂંઝવણમાં છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે આધારમાં ઘરનું સરનામું બદલવા માટે કેટલી ફી લેવામાં આવે છે.
સરનામું અપડેટ સરળતાથી કરવામાં આવે છે
વાસ્તવમાં, તમારું સરનામું હંમેશા આધાર કાર્ડમાં અપડેટ કરવું જોઈએ, કારણ કે જો સરનામું અપડેટ કરવામાં ન આવે તો તમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આધારમાં કોઈપણ અપડેટ કરવું એકદમ સરળ છે અને તમે તેને ઘરે બેઠા કરી શકો છો. આ માટે તમારે UIDAIની વેબસાઈટ પર જવું પડશે. આધારમાં સરનામું બદલવાની કોઈ મર્યાદા નથી, એટલે કે તમારું સરનામું બદલાય તેટલી વાર તમે તેને બદલી શકો છો.
તમે તમારું સરનામું આ રીતે બદલી શકો છો
આધારમાં સરનામું બદલવા માટે તમારે uidai.gov.in પર જવું પડશે. આ પછી માય આધાર વિભાગમાં જાઓ, ત્યારબાદ તમને અપડેટ યોર આધારનો વિકલ્પ દેખાશે. આ પછી તમારી સામે આધારનું સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ ખુલશે. આધાર કાર્ડ નંબર અને OTP દાખલ કર્યા પછી, તમારે આધાર અપડેટ કરવા માટે આગળ વધો પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારું સરનામું અપડેટ કરો અને પછી આગળ વધો પર ક્લિક કરો. આ સાથે તમારે નવું એડ્રેસ પ્રૂફ પણ અપલોડ કરવાનું રહેશે.
ફી કેટલી છે?
હવે એ સવાલ પર આવીએ છીએ કે આધારમાં એડ્રેસ અપડેટ કરવા માટે કેટલા પૈસા લાગે છે. આ માટે તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. ચુકવણી કર્યા પછી, તમને એક URN મળશે, જેના દ્વારા તમે વેબસાઇટ પર તમારી સ્થિતિ ચકાસી શકો છો.