શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જો તમારી પાસે નથી આધાર કાર્ડ તો થશે નુકસાન, 31 ડિસેમ્બર પહેલા કરાવો રજીસ્ટર્ડ, જાણો કેમ
નવી દિલ્લી: આધાર કાર્ડ વગર હવે જીવન જીવવું મુશકેલ થઈ જશે. આધાર કાર્ડ ન માત્ર સરકારી મદદ માટે પરંતુ અભ્યાસ માટે પણ હવે અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે.
આધાર કાર્ડને લઈને એક ડિસેંબરથી બે મહત્વના નિર્ણય લાગૂ કરવામાં આવ્યા છે. જો તમારી પાસે આધાર કાર્ડ નહી હોય તો સરકાર તરફથી મળવાપાત્ર સબ્સિડી બંધ થઈ જશે.ત્યારબાદ એ વિદ્યાર્થીઓ મુશ્કેલી પડશે જેઓ આઈઆઈટી મેનના ફોર્મ ભરનારા છે અને તેમની પાસે આધાર કાર્ડ નથી.
ઓઈલ કંપનીઓ દ્વારા નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે કે એક ડિસેંબર પહેલા આધાર કાર્ડ વગર ચાલતા ગેસ કનેક્શન પર આપવામાં આવતી સબ્સિડી બંધ કરવામાં આવશે. પરંતુ જેટલા આધાર કાર્ડ ગેસ એજંસી સાથે પહેલાથી જોડાયેલા છે, તેમને સબસીડી આપવામાં આવશે. જો તમે તમારૂ ગેસ કનેક્શન આધાર કાર્ડ સાથે નથી જોડેલું અથવા તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમને એલપીજી પર મળવાપાત્ર સબ્સિડી બંધ કરી દેવામાં આવશે.
જો તમારી પાસે આધાર કાર્ડ નથી અથવા તો તે હોવા છતાં તેને ગેસ એજંસી સાથે નથી જોડ્યું તો મુશેકલીની વાત નથી. ગેસ કનેક્શનને આધાર નંબરથી જોડવા માટે છેલ્લી તારીખ 31 ડીસેંબર 2016 રાખવામાં આવી છે. જો આ તારીખ પહેલા તમે ગે, કનેક્શન આધાર કાર્ડ સાથે જોડી દેશો તો તમને એલપીજી પર સરકારી મદદ મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion