શોધખોળ કરો

Delhi: અરવિંદ કેજરીવાલ આપશે દિલ્હીના CM પદ પરથી રાજીનામું ? AAP પ્રમુખે આપ્યું  મોટુ નિવેદન 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે પાર્ટીના કાર્યકરો સાથે વાતચીત કરી. આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે અમારું સંગઠન અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની સૌથી મોટી તાકાત છે.

Delhi News:  આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે પાર્ટીના કાર્યકરો સાથે વાતચીત કરી. આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે અમારું સંગઠન અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની સૌથી મોટી તાકાત છે. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે મને જેલમાં મોકલવાની યોજના બનાવવામાં આવી છે.

કેજરીવાલે કહ્યું કે, "અમે જેલમાં જવાથી ડરતા નથી. હું એક વખત 15 દિવસ જેલમાં રહ્યો હતો. અંદર સારી વ્યવસ્થા છે, તેથી તમારે પણ જેલમાં જવાથી ડરવું જોઈએ નહીં. જો ભગતસિંહ આટલા દિવસ જેલમાં રહી શકે છે. મનીષ સિસોદિયા 9 મહિના જેલમાં રહી શકે છે. સત્યેન્દ્ર જૈન એક વર્ષ સુધી જેલમાં રહી શકે છે, તેથી અમને જેલમાં જવાનો ડર નથી."

અમને સત્તાની લાલચ નથી - CM કેજરીવાલ

AAP કન્વીનરે વધુમાં કહ્યું કે, "અમે સત્તાના લાલચી નથી. મેં 49 દિવસ પછી રાજીનામું આપ્યું હતું. કોઈ તેની ચોકીદારની નોકરીમાંથી રાજીનામું નથી આપતા. મને લાગે છે કે હું દુનિયાનો પહેલો મુખ્યમંત્રી છું જેણે 49 દિવસ પછી પોતાની મરજીથી રાજીનામું આપ્યું છે. હું મારું રાજીનામું મારા જૂતાની ટોચ પર લઈને ચાલુ છું.મને મુખ્યમંત્રીની ખુરશીનો કોઈ લોભ નથી. મારે રાજીનામું આપવું જોઈએ કે જેલમાંથી સરકાર ચલાવવી તે અંગે હું અલગ-અળગ લોકો સાથે ચર્ચા કરી રહ્યો છું. મારા તમામ ધારાસભ્યો અને કાઉન્સિલરો સાથે પણ ચર્ચા કરી હતી. આજે મારા કાર્યકરો સાથે વાત કરી."

'લોકોની ઈચ્છા વગર અમે કંઈ કરીશું નહીં'

મુખ્યમંત્રીએ AAP કાર્યકર્તાઓને કહ્યું, "હવે હું તમારા લોકો પર જવાબદારી મૂકી રહ્યો છું. દિલ્હીની જનતાએ અમને ખૂબ પ્રેમ આપ્યો છે. અમે દિલ્હીની જનતાની ઇચ્છા વિના કંઈ કરીશું નહીં. તમારે લોકોએ દિલ્હીમાં ઘરે-ઘરે જઈને જનતાને પૂછવું પડશે કે શું કરવું જોઈએ. આગામી 10-15 દિવસમાં આપણે દિલ્હીમાં બધે જ જવાનું છે.  ઘરે ઘરે  જઈને લોકોને પૂછવાનું છે કે શું આપણે રાજીનામું આપવું જોઈએ અથવા જેલમાંથી સરકાર ચલાવવી જોઈએ, જે  લોકો  કહેશે આપણે તેમ કરીશું."

આ સાથે જ કેજરીવાલે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને એમ પણ કહ્યું કે  લોકસભા ચૂંટણી માટે પ્રચાર આજથી શરૂ થઈ ગયો છે. તેમણે કહ્યું કે, "આ લોકસભા ચૂંટણીનો પ્રચાર છે. આપણે દરેક ઘરે જઈને ભાજપ અને નરેન્દ્ર મોદીને ખુલ્લા પાડવાના છે. હું જેલની અંદર હોઉં કે બહાર, દિલ્હીમાં આ વખતે ભાજપને લોકસભાની એક પણ બેઠક મળવાની નથી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
'જેલમાં જવા ના માંગતી હોય તો મારી સાથે...', કહીને મહિલાને રૂમમાં લઇ ગયો પોલીસ અધિકારી, કરવા લાગ્યો બળજબરી
'જેલમાં જવા ના માંગતી હોય તો મારી સાથે...', કહીને મહિલાને રૂમમાં લઇ ગયો પોલીસ અધિકારી, કરવા લાગ્યો બળજબરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસરHun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
'જેલમાં જવા ના માંગતી હોય તો મારી સાથે...', કહીને મહિલાને રૂમમાં લઇ ગયો પોલીસ અધિકારી, કરવા લાગ્યો બળજબરી
'જેલમાં જવા ના માંગતી હોય તો મારી સાથે...', કહીને મહિલાને રૂમમાં લઇ ગયો પોલીસ અધિકારી, કરવા લાગ્યો બળજબરી
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Embed widget