liquor policy case: AAP નેતા સંજય સિંહને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યું હતું કે સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે અને તેમની પાસેથી કોઈ પૈસા મળ્યા નથી
liquor policy case: દિલ્હી લિકર પોલિસી કેસમાં આપ નેતા સંજય સિંહને રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સંજય સિંહની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યું હતું કે સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે અને તેમની પાસેથી કોઈ પૈસા મળ્યા નથી. અત્યારે પણ ED સંજય સિંહને કસ્ટડીમાં રાખવા માંગે છે. શા માટે તેમને કસ્ટડીમાં રાખવા જરૂરી છે?
Supreme Court directs to release AAP MP Sanjay Singh on bail during the pendency of trial in a money laundering case relating to excise policy irregularities matter.
— ANI (@ANI) April 2, 2024
(File photo) pic.twitter.com/fBfcdHAWST
સંજય સિંહની દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં 4 ઓક્ટોબરે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી સંજય સિંહે દિલ્હી હાઈકોર્ટમાં જામીન માટે અરજી પણ કરી હતી, પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી. સંજયસિંહ સિંઘને જામીન આપવાનો ઇનકાર કરતી વખતે ન્યાયાધીશે કહ્યું હતું કે પુરાવા દર્શાવે છે કે આરોપી મની લોન્ડરિંગમાં સંડોવાયેલો હતો.
સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. બેન્ચે EDને પૂછ્યું હતું કે સંજય સિંહને હજુ પણ જેલમાં રાખવાની જરૂર કેમ છે? સંજય સિંહના વકીલે કોર્ટને કહ્યું હતું કે મની લોન્ડરિંગની પુષ્ટી થઈ નથી અને મની ટ્રેલ પણ મળી નથી. આમ છતાં સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે.
સંજય સિંહ પાસે રૂપિયા મળ્યા નથી
સુપ્રીમ કોર્ટ મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ અને રિમાન્ડને પડકારતી સિંહની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. AAP સાંસદના વકીલની અરજી પર સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું હતું કે સંજય સિંહના કબજામાંથી કોઈ પૈસા મળ્યા નથી અને તેમની પાસેથી 2 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપોની તપાસ થઈ શકે છે.
EDએ સંજય સિંહના જામીનનો વિરોધ કર્યો ન હતો
સંજય સિંહની ઇડીએ ગયા વર્ષે 4 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. EDએ હાઈકોર્ટમાં AAP સાંસદની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સંજય સિંહે આ આધાર પર જામીન માંગ્યા હતા કે તે ત્રણ મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને આ ગુનામાં તેની કોઈ ભૂમિકા નથી. તપાસ એજન્સીએ હાઈકોર્ટમાં જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે સંજય સિંહ પોલિસી પીરિયડ 2021-22 થી સંબંધિત દિલ્હી દારૂ કૌભાંડમાંથી ઉઘરાવવામાં આવેલા ભંડોળને રાખવા, છૂપાવવામાં અને ઉપયોગ કરવામાં સામેલ હતા. જોકે, એજન્સીએ તેમના જામીનનો વિરોધ કર્યો ન હતો.
સુપ્રીમ કોર્ટે EDની અરજી પર કહ્યું હતું કે "ASGએ કહ્યું હતું કે પીએમએલએની કલમ 3 અને 4 હેઠળ ECIR હેઠળની કાર્યવાહી બાકી હોય ત્યારે સંજય સિંહને જામીન પર મુક્ત કરવામાં કોઈ વાંધો નથી." આ સાથે કોર્ટે કહ્યું કે, અમે હાલની અપીલ સ્વીકારીએ છીએ અને સુનાવણી દરમિયાન સંજય સિંહને જામીન પર મુક્ત કરવાના નિર્દેશ આપીએ છીએ.