2 હજારની નોટ બંધ થવા પર ભડક્યા AAPના સાંસદ સંજય સિંહ, PM મોદીને લઈ જાણો શું આપ્યું નિવેદન ?
આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે આજે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું.
AAP Press Conference: આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે આજે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે દેશના પીએમ અભણ માણસ હોવાથી આવા માણસ આવા મૂર્ખામીભર્યા નિર્ણયો લેશે.
સંજય સિંહે કહ્યું કે, દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી જેને દિલ્હીની જનતાએ 3 વખત પ્રચંડ બહુમત આપીને ચૂંટ્યા છે પીએમ તેમનાથી ડરે છે અને તેમનો એક જ ઉદ્દેશ્ય બચ્યો છે અને તે છે કેજરીવાલને કોઈ કામ ન કરવા દેવા.
.@ArvindKejriwal ने 2016 में कहा था कि नोटबंदी दुनिया का सबसे बड़ा घोटाला है
— AAP (@AamAadmiParty) May 20, 2023
चौथी पास राजा ने कहा 2000 का नोट लाने से आतंकवाद, भ्रष्टाचार ख़त्म हो जाएगा
अब कह रहे हैं हटाने से भ्रष्टाचार ख़त्म हो जाएगा
अनपढ़ आदमी को PM बनाएँगे तो कोई भी, कुछ भी पट्टी पढ़ा देगा
-@SanjayAzadSln pic.twitter.com/0T9wAhuMsw
અદાણીનો ઉલ્લેખ કરીને નિશાન સાધ્યું હતું
સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં વટહુકમ લાવવો પડે. તેમણે કહ્યું કે એક અભણ માણસ દેશના વડાપ્રધાન છે તો તેઓ આ પ્રકારના નિર્ણયો લેશે. લોકો 2000ની નોટ બેંકમાં જમા કરશે, પીએમ તેને અદાણીને આપશે. સંજય સિંહે કહ્યું, જ્યારે નોટબંધી થઈ ત્યારે આપ સંયોજનક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, નોટબંધી આ દેશનો સૌથી મોટો ભ્રષ્ટાચાર છે. સંજય સિંહે કહ્યું, અદાણીએ દેશના લોકોના પૈસા ખાધા છે.
इनका Ordinance कहता है, 2 अफ़सर मुख्यमंत्री के ऊपर हैं
— AAP (@AamAadmiParty) May 20, 2023
तो फिर दिल्ली में चुनाव का, माननीय Supreme Court के आदेश का क्या मतलब रह जाता है?
Modi जी को बर्दाश्त नहीं कि दिल्ली में गरीब के बच्चे को अच्छी शिक्षा मिल रही है।
सवाल Kejriwal का नहीं, लोकतंत्र का है!
-@SanjayAzadSln pic.twitter.com/XQwqGnyKmG
ભારતના બંધારણની વિરુદ્ધ છે આ અધ્યાદેશ
AAP નેતા સંજય સિંહે કહ્યું કે, કેન્દ્ર દ્વારા દિલ્હી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલો આ અધ્યાદેશ ભારતના બંધારણની વિરુદ્ધ છે. આ અધ્યાદેશનો રોડથી લઈને સંસદ સુધી વિરોધ કરવામાં આવશે. તેમણે કહ્યું, જ્યારે દેશની સંસદમાં આ અધ્યાદેશ લાવવામાં આવશે ત્યારે મને આશા છે કે સમગ્ર વિપક્ષ તેનો વિરોધ કરશે. અધ્યાદેશનો મામલો સુપ્રીમ કોર્ટમાં જશે. બંધારણની બહાર જઈને વટહુકમ ન હોઈ શકે.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર કાળો કાયદો લાવી છે. જ્યાં ચૂંટાયેલી સરકારની હત્યા થઈ રહી છે. આ દેશમાં કટોકટીની સ્થિતિ છે. તાનાશાહી છે. અરવિંદ કેજરીવાલનું કામ રોકવામાં આવી રહ્યું છે જે ખોટું છે.