શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણી: AAPને રાહત, બાગી ધારસભ્યોએ ઉમેદવારી પરત ખેંચી
ટિકિટ ન મળતા AAPના નારાજ બે ધારાસભ્યોએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. હરિનગરથી ધારાસભ્ય જગદીપ સિંહે પાર્ટી સાથે જ જોડાયેલા રહેવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નારાજ ધારાસભ્યોએ ઉમેદવારી પરત ખેંચતા પાર્ટીને રાહત મળી છે. ટિકિટ ન મળતા AAPના નારાજ બે ધારાસભ્યોએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. હરિનગરથી ધારાસભ્ય જગદીપ સિંહે પાર્ટી સાથે જ જોડાયેલા રહેવાનો નિર્ણય કર્યો છે. જ્યારે સીલમપુરથી ધારાસભ્ય હાજી ઇશરાક ખાને પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે.
ટિકિટ કાપવા પર જગદીપ સિંહે નારાજગી જાહેર કરતા AAP છોડી દીધી હતી. હાલમાં જ કૉંગ્રેસ છોડીને આવનાર રાજકુમારી ઢિલ્લોને પાર્ટીએ આ વિધાનસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. સીલમપુરમાં પણ આમ આદમી પાર્ટીએ વર્તમાન ધારાસભ્યની ઈશરાક ખાનની ટિકિટ કાપીને અબ્દુલ રહેમાનને ઉમેદવાર બનાવ્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 8મી ફેબ્રુઆરીએ મતદાન થવાનુ છે, અને પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થવાના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ટેકનોલોજી
Advertisement