ABP C-Voter Opinion Poll Live: હિમાચલ પ્રદેશમાં કોની થશે જીત, જુઓ ઓપિનિયન પોલના ચોંકાવનારા આંકડા
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોઈપણ દિવસે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તે પહેલા સી વોટરે બંને રાજ્યોમાં એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કરી ચૂક્યા છે.
LIVE
Background
ABP C-Voter Opinion Poll Live: ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોઈપણ દિવસે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તે પહેલા સી વોટરે બંને રાજ્યોમાં એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કરી ચૂક્યા છે. બંને રાજ્યોની તમામ વિધાનસભા બેઠકો પર સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે માટે બંને રાજ્યોમાં 65 હજાર 621 લોકો સાથે વાત કરવામાં આવી છે. સર્વેક્ષણમાં માર્જિન અને ભૂલ પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા સુધીની છે.
ગુજરાત અને હિમાચલ બંને રાજ્યોમાં ભાજપ સત્તા પર છે. ભાજપ સત્તા જાળવી રાખવા માટે સખત મહેનત કરી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ ભાજપ પાસેથી સત્તા છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે, અને આ વખતે અરવિંદ કેજરીવાલ આ બંને વચ્ચે ત્રીજા ખેલાડી તરીકે પોતાની તાકાત લગાડી રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 2017 માં, હિમાચલ પ્રદેશમાં 9 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. પરિણામો 18 ડિસેમ્બર 2017 ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. 68 બેઠકોમાંથી ભાજપે 44 બેઠકો જીતીને રાજ્યમાં સરકાર બનાવી છે. જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. આ વખતે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં જોર લગાવી રહી છે.
કોને કેટલી સીટો મળશે?
સ્ત્રોત- C-Voter
ભાજપ: 37-45
કોંગ્રેસ: 21-29
આપ: 0-1
અન્ય: 0-3
કોને કેટલો વોટ શેર મળશે ?
સ્ત્રોત- C-Voter
ભાજપ - 45%
કોંગ્રેસ - 34%
આપ- 10%
અન્ય - 11%
શું લાગે છે કોણ જીતશે ?
સ્ત્રોત- C-Voter
ભાજપ-46%
કોંગ્રેસ-36%
આપ-8%
અન્ય-2%
ત્રિશુંકુ-3%
ખબર નહી- 5%
સરકાર બદલવા માંગો છો?
સ્ત્રોત- C-Voter
નારાજ છે બદલાવ કરવા માંગે છે - 45%
નારાજ છીએ, બદલવા માંગતા નથી - 33%
નારાજ નથી, બદલવા માંગતા નથી - 22%
હિમાચલમાં સીએમની પસંદગી કોણ ?
હિમાચલમાં સીએમની પસંદગી કોની?
સ્ત્રોત- C-Voter
જયરામ ઠાકુર - 32%
અનુરાગ ઠાકુર-20%
પ્રતિભા સિંહ - 15%
મુકેશ અગ્નિહોત્રી - 5%
AAP ઉમેદવારો - 9%
અન્ય - 19%