(Source: ECI/ABP News/ABP Majha)
West Bengal Election Opinion Poll: પશ્ચિમ બંગાળના ઓપિનિયન પોલમાં ક્યા પક્ષની જીતવાની કરાઈ આગાહી ? મમતાને કેટલી અને ભાજપને કેટલી બેઠકો મળશે ?
દેશનાં 4 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલુ છે. આ પૈકી પશ્ચિમ બંગાળમાં ખરાખરીનો જંગ છે.
નવી દિલ્લીઃ દેશનાં 4 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલુ છે. આ પૈકી પશ્ચિમ બંગાળમાં ખરાખરીનો જંગ છે. ભાજપે મમતા બેનરજીને હરાવવા પૂરી તાકાત લગાવી દીધી છે પણ ટાઇમ્સ નાઉ અને સી- વોટરના સર્વેમાં મમતા પાતળી બહુમતીથી ફરી સરકાર રચશે એવી આગાહી કરાઈ છે.
આ સર્વે પ્રમાણે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસને 154 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે ભાજપને 107 બેઠકો મળી શકે છે. ગત ચૂંટણીમાં મમતાની તૃણમૂલ કોંગ્રેસે 211 સીટો પર જીત મેળવી હતી અને ભાજપે ત્રણ બેઠકો જીતી હતી.
આ સર્વે પ્રમાણે બંગાળમાં તૃણમૂલ ફરી સત્તામાં તો આવશે પણ ભાજપ મજબૂત થશે. ઑપિનિયન પૉલ અનુસાર આ વખતે ટીએમસી 154થી 164 બેઠકો જીતીને ફરી સરકાર બનાવી રહી છે. તો ભાજપ 102થી 112 બેઠકો સાથે રાજ્યમાં બીજો સૌથી મોટો પક્ષ બનશે. ડાબેરી અને કોંગ્રેસ ગઠબંધનને ફક્ત 22થી 30 બેઠકો જ મળવાની ધારણા છે. અન્યને એકથી ત્રણ બેઠકો મળી શકે છે.
સર્વે અનુસાર ટીએમસીને વિધાનસભાની ચૂંટણીમાં 42 ટકા મતો મળી શકે છે. ભાજપને 34 ટકા અને ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનને 19 ટકા મત મળવાની સંભાવના છે. લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 43.28 ટકા મતો મળ્યા હતા. આ સર્વેક્ષણમાં તેને 41.33 ટકા મત મળી રહ્યા છે. તેનો અર્થ છે કે તે 1.75 ટકા મતો ગુમાવશે. રહી છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 40 ટકા મતો મળ્યા હતા. આ સર્વેમાં 34 ટકા મત મળશે એવી આગાહી છે.