ABP Cvoter Opinion Poll: PM મોદી બનશે કર્ણાટકના તારણહાર? ઓપિનિયન પોલમાં ખુલાસો
એબીપી ન્યૂઝે સી-વોટર સાથે મળીને PM મોદીના કામકાજને લઈને એક મેગા ઓપિનિયન પોલ કર્યો હતો, જેમાં ઘણા ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે.
ABP Cvoter Karnataka Opinion Poll: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સત્તામાં આવવા માટે તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યમાં મુખ્ય હરીફાઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હોવાનું માનવામાં આવે છે, પરંતુ જેડીએસ પણ કર્ણાટકમાં પોતાનો મજબૂત દાવો રજૂ કરી રહી છે. દરમિયાન, એબીપી ન્યૂઝે સી-વોટર સાથે મળીને PM મોદીના કામકાજને લઈને એક મેગા ઓપિનિયન પોલ કર્યો હતો, જેમાં ઘણા ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે.
કેવું છે પીએમ નરેન્દ્ર મોદીનું કામ?
મેગા ઓપિનિયન પોલમાં કર્ણાટકના લોકોને પૂછવામાં આવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીનું કામકાજ કેવું છે? આ સવાલના જવાબમાં લોકોએ મિશ્ર જવાબો આપ્યા હતા. 49 ટકા લોકો માને છે કે, પીએમ મોદીનું કામ સારું છે, 18 ટકા લોકો પીએમ મોદીના કામને સરેરાશ માને છે, જ્યારે 33 ટકા લોકો પીએમ મોદીના કામને ખરાબ માને છે.
એ વાતમાં કોઈ શંકા નથી કે, પીએમ મોદી ભાજપમાં પાર્ટીનો સૌથી મોટો ચહેરો છે. આ સ્થિતિમાં રાજ્યની જનતાની નારાજગી ભાજપ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જોકે પીએમ મોદી કર્ણાટકમાં પોતાની જાણીતી શૈલીમાં રેલી કરી રહ્યા છે.
પીએમની રેલી બિદરથી શરૂ થશે
પીએમ મોદીએ આજે બીજેપી માટે મિશન કર્ણાટકને ધ્યાનમાં રાખીને કર્ણાટકમાં તેમના પ્રચારની શરૂઆત બિદર જિલ્લાના હુમનાબાદથી કરી હતી. અહીં તેમણે જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તમામ ગાળોને મીટ્ટી મેં મિલ જાયેંગી. તમે જેટલો કાદવ ફેંકશો તેટલું કમળ ખીલશે. આ સાથે પીએમ મોદીએ લોકોને ભાજપને વોટ કરવાની અપીલ પણ કરી હતી.
કર્ણાટકમાં સીએમનું કામ કેવું છે? એબીપી સી-વોટરનો ઓપિનિયન પોલ શું કહે છે?
કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. તેના પરિણામો 13 મેના રોજ જાહેર કરવામાં આવશે. તે પહેલા એબીપી ન્યૂઝ સી-વોટરનો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. જે મુજબ રાજ્યમાં કોની સરકાર બની શકે છે તેનો અંદાજ લગાવી શકાય છે. આ સાથે અમે જણાવીશું કે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈનું કામ કેવું હતું.
આ ઓપિનિયન પોલમાં લોકોને પૂછવામાં આવ્યું કે, સીએમ બોમાઈનું કામ કેવું છે? તેના પર 25 ટકા લોકોએ કહ્યું કે, બોમાઈએ સારું કામ કર્યું છે. બીજી તરફ, 24 ટકા લોકોએ કહ્યું કે કામ સરેરાશ છે, પરંતુ સૌથી વધુ 51 ટકા લોકોએ કહ્યું કે, બોમાઈએ કામ બરાબર કર્યું નથી એટલે કે તેમનું કામ ખરાબ માનવામાં આવે છે.
કેવું છે સીએમ બોમાઈનું કામ?
સારું - 25 ટકા
સરેરાશ - 24 ટકા
ખરાબ - 51 ટકા