ABP Ideas of India: ભારતનો રાષ્ટ્રવાદ ધર્મ પર નહીં બંધારણ પર આધારિત છે, આઇડિયાઝ ઓફ ઇન્ડિયામાં બોલ્યા શશિ થરૂર
આજે મુંબઈમાં આયોજિત આ કાર્યક્રમના મંચ પર પહેલીવાર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભા સભ્ય શશિ થરુરે પોતાના વિચારો રજૂ કર્યા.
Ideas Of India: એબીપી નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયાની પ્રથમ આવૃત્તિ ગઈકાલે શુક્રવારે મુંબઈમાં શરૂ થઈ છે. પ્રથમ દિવસે દિગ્ગજોએ મંચ પરથી પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેમાં કૈલાશ સત્યાર્થી, ગૌર ગોપાલ દાસ, સોનમ વાંગચુક, એન.આર નારાયણ મૂર્તિ, નીતિન ગડકરી, તાપસી પન્નુ, વિદ્યા બાલન, કપિલ દેવ, લિએન્ડર પેસ અને અન્ય ઘણા લોકોએ સામેલ હતા. આ તમામ લોકોએ તેમના પોતાના વિચારો અને દ્રષ્ટિકોણ રજુ કર્યા હતા.
આજે એબીપી નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયાની પ્રથમ આવૃત્તિનો બીજો દિવસ છે, આજે શનિવારે 'વાઇલ્ડસ્ટોન પ્રેઝન્ટ્સ એબીપી આઇડિયાઝ ઑફ ઇન્ડિયા' માં નવા મહેમાનો સાથે વિચારો અને ચર્ચા શરૂ થઇ ગઇ છે. આજે મુંબઈમાં આયોજિત આ કાર્યક્રમના મંચ પર પહેલીવાર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભા સભ્ય શશિ થરુરે પોતાના વિચારો રજૂ કર્યા.
શશિ થરુરના રાષ્ટ્રવાદ પર વિચાર -
કોંગ્રેસના નેતા શશિ થરૂરનું કહેવું છે કે, દેશના તમામ લોકોનું હૃદય એક છે, ભલે આપણે ઘણા મુદ્દાઓ પર વહેંચાયેલા છીએ પરંતુ જ્યારે દેશની વાત આવે છે, ત્યારે બધા એક છે. આપણા દેશમાં અનેક ધર્મના લોકો સાથે રહે છે, વિવિધ વિચારધારાઓ સાથે સાથે રહે છે, આ જ આપણો રાષ્ટ્રવાદ છે. જ્યાં સુધી રાષ્ટ્રીયતાનો સંબંધ છે, તે કોઈ એક માટે મહત્વપૂર્ણ નથી, તે બધા માટે જરૂરી છે. દેશના ભાગલા એ કોઈપણ રીતે રાષ્ટ્રવાદ ન હોઈ શકે.
વિવિધતા પર શશિ થરૂરના વિચારો -
કોંગ્રેસના નેતા શશિ થરૂર કહે છે કે ભારતની સભ્યતા ઘણા વર્ષોથી અલગ-અલગ ફિલોસોફીથી બનેલી છે અને અહીં અનેક ધર્મના લોકો રહે છે અને આ તેની નબળાઈ નથી પરંતુ તેની તાકાત છે. મને પણ મારા ધર્મનું એટલું જ ગર્વ છે જેટલુ ગવર્નર જગદીપ ધનખર સાહેબને છે. મને મારા ધર્મના ગૌરવ વિશે કોઈ શંકા નથી, પરંતુ અન્યના વિચારોને ખોટા અથવા તે વિચારો કોઈ કામના નથી તે રીતે રજૂ કરવા માટે તેને આધાર બનાવી શકાય નહીં.
પ્રશ્નો પૂછવામાં કંઈ ખોટું નથી -
ધર્મના નામ પર થઈ રહેલી રાજનીતિને લઈને કોંગ્રેસ નેતા શશિ થરૂરે સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તમામ ધર્મ એક સમાન છે. કોઈ પણ ધર્મમાં એવું શીખવવામાં આવતું નથી કે તમે બીજાનું અપમાન કરો, તેના વિચારોની મજાક ઉડાવો અથવા અન્ય કોઈ કારણસર તેને બદનામ કરો. જ્યાં સુધી ધર્મ પ્રત્યે શરમ આવવાની વાત છે, તો એવું બિલકુલ નથી - મેં પોતે એક પુસ્તક લખ્યું છે કે હું હિન્દુ કેમ છું અને તેમાં મેં તે બધું લખ્યું છે જેના દ્વારા મને મારા ધર્મ પર ગર્વ છે. જ્યાં સુધી દેશમાં પ્રશ્નો પૂછવાનો અધિકાર છે, તે દરેકને છે અને પ્રશ્નો પૂછવા એ કોઈપણ રીતે ખોટું નથી.
શશિ થરૂર અને જગદીપ ધનખડ વચ્ચે થઈ દલીલો -
કોંગ્રેસના નેતાઓ શશિ થરૂર અને જગદીપ ધનખડે કેટલાક મુદ્દાઓ પર ઉગ્ર દલીલ કરી હતી જ્યારે શશિ થરૂરે કહ્યું હતું કે, મમતા બેનર્જી એક પ્રભાવશાળી નેતા છે અને તેમણે પોતાના આપબળે રાજકારણમાં સ્થાન બનાવ્યું છે. બીજી તરફ જગદીપ ધનખડે કહ્યું કે મમતા બેનર્જી મારી નાની બહેન જેવા છે અને હું 30 વર્ષ પહેલા તેમને મળવા પશ્ચિમ બંગાળ ગયો હતો ત્યારે તેમને ઈજા થઈ હતી. જો કે, સંબંધોને સરળ અને સુચારું રાખવા માટે કેટલીકવાર નાની બહેનને અરીસો બતાવવો જરૂરી છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની હિંસાને કોઈ નકારી શકે નહીં. ચૂંટણી દરમિયાન જે થયું તે કોઈનાથી છુપાયેલું નથી. મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે, પશ્ચિમ બંગાળમાં મીડિયા નથી. સીએમને ત્યાં કોઈ પ્રશ્ન પૂછી શકે નહીં, વરિષ્ઠ તંત્રીઓને પણ કોઈ પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી. મીડિયા તેનું કામ કરી શકતું નથી અને હું મીડિયાને હાથ જોડીને જમીની વાસ્તવિકતા બતાવવાની વિનંતી કરું છું અને આ જમીની વાસ્તવિકતા એટલી કડવી છે કે રાજ્યપાલ તરીકે મને પૂછવું જોઈએ કે, હું મારું કામ કેમ કરી શકતો નથી. અને હું રાજ્ય સરકારને પ્રશ્ન કરું છું કે પછી હું રિપોર્ટ કેમ આપી શકતો નથી.
આ પણ વાંચો.........
આજથી IPL 2022ની શરૂઆત, જાણો ક્યારે, ક્યાંથી અને કેટલા વાગ્યાથી જોઇ શકાશે CSK vs KKR લાઇવ મેચ ?
ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને 50 કરોડની ઓફર કરી, જાણો કોણે કર્યો આ દાવો
શું તમે કોઈ અભ્યાસક્રમમાં ઓનલાઇન અભ્યાસ કરી ડિગ્રી કરી રહ્યાં છો? તો આ સમાચાર તમારા માટે મહત્વના છે
પાતળા થવુ હોય તો આ 5 મસાલાને બનાવો ડાયેટનો ભાગ, ઝડપથી થશે વજનમાં ઘટાડો
Gym Tips: જિમ નિયમિત જાવ છો છતાં રિઝલ્ટ નથી મળતું, આ ટિપ્સને ફોલો કરો