ABP-C Voter Survey: શું લાગે છે ઉત્તર પ્રદેશમાં કોણ જીતશે? BJP-SP-BSP કે કોગ્રેસ, જાણો લોકોનો જવાબ
ઉત્તર પ્રદેશમાં કુલ 403 બેઠકો છે. ગત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો તે ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં કેટલાક મહિના બાદ ચૂંટણી યોજાવાની છે. એવામાં તમામ પાર્ટીઓ જનતાને રીઝવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. એબીપી ન્યૂઝ-સી વોટરના સર્વેના નવા પરિણામો અનુસાર રાજ્યમાં ભાજપનો ગ્રાફમાં ઘટાડો થયો છે પરંતુ હજુ પણ મોટાભાગની જનતા પોતાનો મત ભાજપને આપી શકે છે. નોંધનીય છે કે કોરોના દરમિયાન હોસ્પિટલમાં ઓક્સિજનની અછત અને વધતી મોઁઘવારી જેવા અનેક મુદ્દાઓ ચૂંટણીમાં અગાઉથી સરકારની ક્ષમતા પર સવાલો ઉઠાવી રહ્યા છે. જેનો ફાયદો સમાજવાદી પાર્ટી અને કોગ્રેસને મળી શકે છે.
ઉત્તર પ્રદેશમાં કુલ 403 બેઠકો છે. ગત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો તે ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. પરંતુ હવે તેને ટક્કર મળી રહી છે. એબીપી ન્યૂઝ સી વોટરના સભ્યોએ લોકો વચ્ચે જઇને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે આ વર્ષે મતદાતાઓ કોને પસંદ કરવાના મૂડમાં છે
તમને શું લાગે છે કોની જીત થશે?
ભાજપઃ 47 ટકા
એસપીઃ 29 ટકા
બીએસપીઃ 8 ટકા
કોગ્રેસઃ 7 ટકા
અન્યઃ 4 ટકા
ત્રિશંકુઃ બે ટકા
કાંઇ કહી શકીએ નહીઃ 3 ટકા
શું તમે સરકારથી નારાજ છો અને બદલાવ ઇચ્છો છો?
નારાજ છે, બદલાવ ઇચ્છીએ છીએઃ 46 ટકા
નારાજ છીએ, બદલાવ ઇચ્છતા નથીઃ 29 ટકા
નારાજ છીએ, બદલાવ નથી ઇચ્છતાઃ 25 ટકા
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ક્યો મુદ્દો અસરકારક રહેશે?
ધ્રુવીકરણઃ 16 ટકા
ખેડૂત આંદોલનઃ 29 ટકા
કોરોનાઃ 15 ટકા
કાયદો વ્યવસ્થાઃ 14 ટકા
સરકારનું કામઃ 6 ટકા
મોદીની છબિઃ 6 ટકા
અન્યઃ 14 ટકા