શોધખોળ કરો

પ્રિયંકા ગાંધીએ PM મોદીને લખ્યો પત્રઃ કહ્યું, હવે લખીમપુર પીડિતોને ન્યાય મળે, ગૃહ રાજ્યમંત્રી સાથે મંચ પર ન બેસતા

સરકાર પાસે માંગ કરી હતી કે, હવે યુપીના લખીમપુર ખીરીમાં ગાડી નીચે કચડાઇને મરનારા ખેડૂતોના પરિવારને પણ ન્યાય મળવો જોઇએ. 

Priyanka Gandhi on Farm Laws: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાષ્ટ્રના નામે સંબોધનમાં ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાની જાહેરાત કરી હતી. મોદી સરકારના આ નિર્ણયને લઈને આજે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા દાંધીએ પ્રેસકોન્ફરન્સી કરી હતી. પ્રિયંકાએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. સાથે જ તેમણે સરકાર પાસે માંગ કરી હતી કે, હવે યુપીના લખીમપુર ખીરીમાં ગાડી નીચે કચડાઇને મરનારા ખેડૂતોના પરિવારને પણ ન્યાય મળવો જોઇએ. 

પ્રિયંકા ગાંધીએ કહ્યું, લખીમપુર ખીરીમાં ખેડૂતોને કચડવાનો આરોપ ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રા સામે લાગ્યો છે, પરંતુ ભાજપ સરકાર આરોપીને બચાવવામાં લાગેલી છે. જો તમે (પીએમ મોદી) આરોપીઓ સાથે મંચ શેર કરે છે, તો સીધો સંદેશ જશે કે તમે ખેડૂતોને કચડનારાને સરંક્ષણ આપી રહ્યા છો. તેમણે કહ્યું કે, આ 700 શહીદ ખેડૂતોનું અપમાન હશે. 

પ્રિયંકાએ વધુમાં ઉમેર્યું કે, જો ખેડૂતો પ્રત્યે તેમારી નિયત ચોખ્ખી હોય તો આજે લખનઉમાં પોલીસ સંમેલનમાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની સાથે બેસતા નહીં. તેમણે કહ્યું કે, અમે માંગણી કરીએ છીએ કે, પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે તમે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને દૂર કરો. પ્રિયંકાએ માંગ કરી કે સરકાર તમામ ખેડૂતો સામે ચાલી રહેલા કેસો પરત લે અને પીડિત પરિવારને આર્થિક મદદ કરે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દેશને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. મોદીએ આ જાહેરાત કરતાં કહ્યું કે, કૃષિ કાયદા મુદ્દે અમે લોકોને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ ખેડૂતોનો એક વર્ગ આ કાયદાની વિરૂધ્ધ હતો તેથી અમે આ કાયદા પાછા ખેંચવા નિર્ણય લીધો છે. મોદીએ કહ્યું કે, હું દેશનાં લોકોને એ જણાવવા આવ્યો છું કે, અમે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.

મોદીએ આ જાહેરાત કરતાં કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોને ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે, તમારાં ખેતરોમાં પાછા ફરો. તમારા પરિવાર વચ્ચે પાછા જાઓ અને એક નવી શરૂઆત કરો.

મોદીએ કહ્યું, નાના ખેડૂતોને ફાયદો કરાવવા તથા ખેતીમાં સુધારો કરવા માટે ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા. નાના ખેડૂતોને વધુ પાવર મળે એ માટે આ કાયદા લવાયા હતા.  વર્ષોથી આ પ્રકારના સુધારા કરવાની માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી.

આ કાયદા લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું હતું અને  સમર્થન કર્યું હતું. હું આ બધાંનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના, ગરીબોના હિતમાં, સંપૂર્ણ સહયોગ સાથે, ઉમદા આશયથી આ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા પણ અમે ખેડૂતોના હિત માટેની વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી. અમે ખેડૂતોને સમજાવવા શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા છથાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. અમે 18 મહિના માટે આ કાયદાનો અણલ મોકૂફ રાખવાની તૈયારી પણ બતાવી હતી છતાં ખેડૂતોના આ વર્ગને ના સમજાવી શકતાં અમે ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget