ભાજપ નેતા વરુણ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને 1-1 કરોડ આપવા કરી માંગ
કેન્દ્ર દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કર્યા બાદ ભાજપના સાંસદ વરુણ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
Varun Gandhi on Farm Laws: કેન્દ્ર દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કર્યા બાદ ભાજપના સાંસદ વરુણ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. વરુણ ગાંધીએ પત્રમાં માંગ કરી છે કે MSP અને અન્ય મુદ્દાઓ પર કાયદો બનાવવાની માંગ પર હવે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે. આ સાથે વરુણ ગાંધીએ ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને હટાવવાની પણ માંગ કરી છે. ગઈ કાલે રાષ્ટ્રને સંબોધનમાં પીએમ મોદીએ ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.
વરુણ ગાંધીએ ટ્વીટ કર્યું કે, "મારી નમ્ર વિનંતી છે કે MSP અને અન્ય મુદ્દાઓ પર કાયદો બનાવવાની માંગ પર હવે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે, જેથી ખેડૂત ભાઈઓ આંદોલન સમાપ્ત કરીને સન્માનપૂર્વક ઘરે પાછા ફરે. આ સંદર્ભે મારો પત્ર આદરણીય વડાપ્રધાનને.
પત્રમાં વરુણે કહ્યુ છે કે, જેમના મોત થયા છે તેવા ખેડૂતોને એક-એક કરોડ રુપિયા ચુકવવામાં આવે.ઉપરાંત લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોને ન્યાય અપાવવા માટે સરકાર કેન્દ્રીય મંત્રી પર કાર્યવાહી કરવામાં આવે.
વરુણ ગાંધીએ દલીલ કરી છે કે, જો ખેડૂતોને MSP નહીં આપવામાં આવે તો તેમનો અસંતોષ યથાવત રહેશે અને તે કોઈને કોઈ રીતે સામે આવતો રહેશે.સરકારે આ માંગણી તાત્કાલિક માની લેવાની જરુર છે.જેનાથી ખેડૂતોની સ્થિતિ સુધરશે.સાથે સાથે ખેડૂતો પર થયેલા કેસ પણ પાછા લેવા જોઈએ.લખીમપુર ખીરીની ઘટનામાં પણ પીડિતોને યોગ્ય ન્યાય મળે તે માટે પીએમ મોદી કાર્યવાહી કરશે તેવી આશા છે.
લખીમપુર ખીરી હિંસા કેસને લોકશાહી પર એક "કાળો ડાગ" ગણાવતા, વરુણ ગાંધીએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ અને ન્યાય માટે કહ્યું, "તેમાં સંડોવાયેલા કેન્દ્રીય મંત્રી સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ." "હું માનું છું કે ખેડૂતોની ઉપરોક્ત અન્ય માંગણીઓ પુરી કરીને લખીમપુર ખીરીની ઘટનામાં ન્યાયનો માર્ગ મોકળો કરો તો દેશમાં તમારું સન્માન વધુ વધશે. હું આશા રાખું છું કે તમે આ બાબતે પણ નક્કર નિર્ણય લેશો.