ABP News Survey: ગાંધી પરિવારની બહારના અધ્યક્ષ બનવા પર કૉંગ્રેસને ફાયદો કે નુકસાન ? સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
દેશમાં 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરેક પક્ષે પોતપોતાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. આવા રાજકીય માહોલમાં ABP ન્યૂઝ આજે દેશનો મૂડ જણાવવા જઈ રહ્યું છે.
Survey On Congress President Election: દેશમાં 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરેક પક્ષે પોતપોતાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. આવા રાજકીય માહોલમાં ABP ન્યૂઝ આજે દેશનો મૂડ જણાવવા જઈ રહ્યું છે. એબીપી સમાચાર માટે સી વોટરે સર્વે કર્યો છે. સર્વેમાં 6 હજાર 222 લોકો સાથે વાત કરવામાં આવી છે. સર્વેમાં માર્જીન ઓફ એરર પ્લસ માઈનસ 3થી પ્લસ માઈનસ 5 ટકા છે.
આ સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે ગાંધી પરિવારની બહારના પાર્ટી અધ્યક્ષથી કોંગ્રેસને ફાયદો થશે કે નુકસાન ? આ અંગે ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. આ પ્રશ્નના જવાબમાં, 64% લોકોએ કહ્યું કે ફાયદો થશે અને 36% લોકોએ નુકસાન થશે તેમ કહ્યું છે.
પાર્ટી અધ્યક્ષ ગાંધી પરિવારની બહાર હોય તો કોંગ્રેસને ફાયદો થશે કે નુકસાન ?
ફાયદો - 64%
નુકશાન- 36%
કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણી ક્યારે યોજાશે ?
ઉલ્લેખનીય છે કે, બે અઠવાડિયા પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) એ પાર્ટી અધ્યક્ષની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. તે મુજબ 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીનું નેતૃત્વ કરવા અંગે કહ્યું કે જ્યારે ચૂંટણી થશે ત્યારે સ્પષ્ટ થઈ જશે કે હું કોંગ્રેસ અધ્યક્ષ બનીશ કે નહીં, તેથી કૃપા કરીને ત્યાં સુધી રાહ જુઓ.
સાંસદોએ ચૂંટણીમાં નિષ્પક્ષતા અંગે પત્ર લખ્યો હતો
આ દરમિયાન, આગલા દિવસે કોંગ્રેસના પાંચ વરિષ્ઠ સાંસદોએ પક્ષ પ્રમુખના પદ માટે મતદાર યાદી જાહેર કરવાની તેમની માંગનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું કે ઇલેક્ટોરલ કૉલેજ બનાવતા PCC પ્રતિનિધિઓની યાદી તમામ મતદારો અને સંભવિત ઉમેદવારોને ઉપલબ્ધ કરાવવી જોઈએ.
AICC સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના વડા મધુસૂદન મિસ્ત્રીને લખેલા પત્રમાં તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે જ્યાં સુધી આ કરવામાં નહીં આવે ચૂંટણી પ્રક્રિયાની "પારદર્શિતા અને નિષ્પક્ષતા" પર સવાલ ઉઠી શકે છે. આ પત્ર શશિ થરૂર, મનીષ તિવારી, કાર્તિ ચિદમ્બરમ, પ્રદ્યુત બોરદોલોઈ અને અબ્દુલ ખલીકે સંયુક્ત રીતે લખ્યો હતો.