શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કાનપુર એન્કાઉન્ટરઃ યુપી એડીજી લૉ એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યું- પોલીસ તરફથી થઇ મોટી ચૂક
લખનઉથી કાનપુર દેહાત પહોંચેલા પ્રશાંત કુમારે કહ્યું કે, આ મામલે પોલીસ તરફથી મોટી ચૂક થઇ છે. પ્રશાંત કુમાર સીએમ યોગીને પોતાનો રિપોર્ટ આપશે. એડીજીએ કહ્યું કે કાનપુર પોલીસને માહિતી મળી કે કોને આપી પોલીસને આ માહિતી આ મામલે ગહન તપાસ શરૂ કરી દેવામાં આવી છે
કાનપુરઃ કાનપુરમાં શાતિર અપરાધી વિકાસ દુબેને પકડવા માટે ગયેલી પોલીસ ટીમ પર થયેલા હુમલામાં આઠ પોલીસકર્મીઓ શહીદ થઇ ગયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના દિશા-નિર્દેશો બાદ ઘટના સ્થળે પહોંચેલા એડીજી લૉ એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે મોટુ નિવેદન આપ્યુ છે. તેમને આ ઘટનાને પોલીસની મોટી ચૂક માની છે.
લખનઉથી કાનપુર દેહાત પહોંચેલા પ્રશાંત કુમારે કહ્યું કે, આ મામલે પોલીસ તરફથી મોટી ચૂક થઇ છે. પ્રશાંત કુમાર સીએમ યોગીને પોતાનો રિપોર્ટ આપશે. એડીજીએ કહ્યું કે કાનપુર પોલીસને માહિતી મળી કે કોને આપી પોલીસને આ માહિતી આ મામલે ગહન તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
એજીડીના આ નિવેદન બાદ એક વાત એ પણ બહાર આવી છે કે શું પોલીસને આ વાતનો અંદાજો ન હતો કે અપરાધી વિકાસ દુબે આ પ્રકારનો હુમલો પણ કરી શકે છે. તેની પાસે એકે-47 જેવા અત્યાધુનિક હથિયાર હતા. શું પોલીસ ટીમ આ માટે તૈયાર હતી.
તેમને કહ્યું કે આ મામલે પણ તપાસ થશે. હત્યારા વિકાસને શોધવાનુ કામ ચાલુ કરી દેવામાં આવ્યુ છે. સાથે તેમને જણાવ્યુ કે વિકાસ દુબેનો એક સાથે પકડાયો છે. તમામ બોર્ડર સીલ કરીને વાહનોનુ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion