શોધખોળ કરો
LAC પર ચીનની હરકતો બાદ ભારતે ગલવાન ઘાટીમાં તૈનાત કરી T-90 ટેંક, જાણો વિગત
ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા બખ્તરબંધ કર્મીઓ તૈનાત કર્યા બાદ અને ટેન્ટ લગાવ્યા પછી ભારતીય સેના દ્વારા ટી-20 ભીષ્મ ટેંકને તૈનાત કરવાનો નિર્ણય લીધો હતો.
નવી દિલ્હીઃ લદ્દાખમાં સીમા વિવાદને લઈ ભારત-ચીન વચ્ચે સતત વાતચીત થઈ રહી છે. ગલવાન ઘાટીમાં ભારતીય સેના સૌથી ખરાબ સ્થિતિનો સામનો કરવા પણ તૈયાર છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, ભારતે ગલવાન ઘાટીમાં છ ટી-90 મિસાઇલ ફાયરિંગ ટેંક અને ટોપ-ઓફ-ધ-લાઇન શોલ્ડર એંટી ટેંક તૈનાત કરી છે.
અહેવાલ પ્રમાણે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા બખ્તરબંધ કર્મીઓ તૈનાત કર્યા બાદ અને ટેન્ટ લગાવ્યા પછી ભારતીય સેના દ્વારા ટી-20 ભીષ્મ ટેંકને તૈનાત કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય સેના વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ના પોતાના હિસ્સાની અંદરના આ ક્ષેત્રમાં ઊંચાઈઓ પર કબજો કરી રહી છે.
155mm હોવિત્ઝરની સાથે ઈન્ફૈંટ્રી લડાકુ વાહનોને પૂર્વ લદ્દાખમાં 1597 કિમી લાંબી LACની સાથે તૈનાત કરવામાં આવ્યા છે. ચીનને કોઈપણ આક્રમક જવાબ આપવા માટે ચુશુલ સેક્ટરમાં બે ટેંક રેઝિમેંટ તૈનાત કરવામાં આવ્યા હતા. આ ક્ષેત્રમાં વાપસી કરવા માટે ચીની પીએલએ સોદા પર ઉતરી આવી છે. ભારતીય સેના કોઈપણ આક્રમણનો જવાબ દેવા તૈયાર છે. આ ક્ષેત્ર ખૂબ જ ઠંડો છે, અહીંયા પાણીનું તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે રહે છે. 1984 પછીથી ભારતીય સેનાને સિયાચિન ગ્લેશિયર પર કબજો કરવા તથા પાકિસ્તાન સેનાને પાછળ હટાવવા માટે વધારે ઊંચાઈવાળા આ વિસ્તાર પર યુદ્ધ માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી.
ચીન સાથે વધી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખી ભારતે ફ્રાન્સને રાફેલની ડિલિવરીમાં ઉતાવળ કરવાનો આગ્રહ કર્યો છે. રાફેલની પ્રથમ બેચ જુલાઈના અંત સુધીમાં અંબાલા એરબેઝ ખાતે પહોંચશે. આ બેચમાં ચાર થી વિમાનો હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement