શોધખોળ કરો
Advertisement
આતંકી મસૂદ મુદ્દે ચીનના વલણથી ભડક્યા રાહુલ ગાંધી, કહ્યું- જિનપિંગથી ડરે છે મોદી
નવી દિલ્હીઃ ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં મસૂદ અઝહરને ગ્લોબલ આથંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર વીટો પાવરનો ઉપયોગ કર્યા બાદ ભારતમાં રાજનીતિ ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ આ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ડરે છે. જ્યારે પણ ચીન ભારત સામે કોઈ પગલાં લે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કંઈ બોલતા નથી.
કોંગ્રેસ અધ્યક્ષે આ ટ્વિટમાં વડાપ્રધાન મોદીની ચીન નીતિ પણ ટોણો માર્યો અને ત્રણ મુદ્દામાં સમજાવ્યો છે. રાહુલે લખ્યું કે, પીએમ ગુજરાતમાં શી જિનપિંગ સાથે ઝૂલા પર ઝૂલે છે. દિલ્હીમાં જિનપિંગને ગળે મળે છે અને ચીનમાં તેની સામે ઝૂકી જાય છે.Weak Modi is scared of Xi. Not a word comes out of his mouth when China acts against India.
NoMo’s China Diplomacy: 1. Swing with Xi in Gujarat 2. Hug Xi in Delhi 3. Bow to Xi in China https://t.co/7QBjY4e0z3 — Rahul Gandhi (@RahulGandhi) March 14, 2019
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે, આતંકવાદ સામેની વૈશ્વિક લડાઇમાં આ દુઃખદ દિવસ છે. આજે ફરી આતંકવાદ સામેની લડાઇમાં ચીન-પાક.એ આઘાત પહોંચાડ્યો છે. 56 ઈંચની હગપ્લોમેસી અને ઝૂલ ઝૂલવાની રમત બાદ ચીન-પાકિસ્તાનની જોડી ભારતને લાલ આંખ બતાવી રહી છે. ફરી એક વખત નિષ્ફળ મોદી સરકારની નિષ્ફળ વિદેશ નીતિ સામે આવી. વાંચોઃ ચીને ભારતને આપ્યો મોટો ઝાટકો, મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર ન કરવાના પક્ષમાં વીટો પાવર વાપર્યો વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આજે કહ્યું કે, પાકિસ્તાન જ્યાં સુધી આતંકી સંગઠનો પર કોઈ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી તેની સાથે કોઈ પ્રકારની વાતચીત નહીં કરવામાં આવે. આતંકવાદ અને મંત્રણા એક સાથે ન થઈ શકે. ઇમરાન એટલા ઉદાર હોય તો મસૂદને અમને સોંપી દેઃ સુષમા સ્વરાજ પાકિસ્તાન સાથે વાતચીત મુદ્દે સુષમા સ્વરાજે શું આપ્યું મોટું નિવેદન? જુઓ વીડિયોआज फिर आतंकवाद के ख़िलाफ़ लड़ाई को चीन-पाक गठजोड़ ने आघात पहुँचाया है।
56 इंच की ‘Hugplomacy’ और झूला-झुलाने के खेल के बाद भी चीन-पाकिस्तान का जोड़ भारत को ‘लाल-आँख’ दिखा रहा है एक बार फिर एक विफल मोदी सरकार की विफल विदेश नीति उजागर हुई।https://t.co/ZMrgCEqJxB — Randeep Singh Surjewala (@rssurjewala) March 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
આરોગ્ય
Advertisement