(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાથી સાજા થયા બાદ આટલી બીમારીનો રહે છે ખતરો, આ સંકેત દેખાય તો થઇ જજો સાવધાન નહિ તો જીવલેણ સાબિત થશે
કોરોના વાયરસનું સંક્રમણ અને તેની સારવાર માટે અપાતી સ્ટીરોઇડથી શરીરમાં શું મુશ્કેલી ઉભી થઇ શકે છે અને રોગ સામે કઇ રીતે રક્ષણ મેળવવું જાણીએ..
Coronavirus: કોરોનાની બીજી લહેરમાં કોવિડથી સાજા થયેલા દર્દીમાં પણ અનેક પ્રકારની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. તો પોસ્ટ કોવિડમાં કઇ –કઇ સમસ્યાનો દર્દી સામનો કરી રહ્યાં છે જાણીએ...
કાર્ડિયોલોજીકલ ક્રાઈસિસ: કોરોના બાદ કેટલાક દર્દીમાં કાર્ડિયોલોજીકલ ક્રાઈસિસ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં દર્દીને છાતીમાં દુખાવો થાય છે. જો આવા કોઇ લક્ષણો દેખાઇ તો સચેચ થઇ જવું અને ડોક્ટરનો સંપર્ક કરવો.
બ્લડ ક્લૉટીંગ
કોરોનાની બીજી લહેરમાં વાયરસના પ્રભાવથી બ્લડ બ્લોટિંગની સમસ્યા પણ થાય છે. કેટલાક દર્દીઓમાં 15થી 25 દિવસ પછી હૃદયની નળીઓમાં બ્લડ ક્લૉટીંગ થાય છે. છાતીમાં દુખાવો થાય કે બીજી કોઈ તકલીફ કે લક્ષણો દેખાય તો તરત જ હૃદયનું નિદાન કરાવી લેવું.આ સ્થિતિના કારણે કોવિડ બાદ હાર્ટ અટેકથી મોત થયાના કિસ્સા સામે આવી રહ્યાં છે. તો કોવિડ બાદ ડી ડાયમરનો ટેસ્ટ અવશ્ય કરાવવો.
શુગર લેવલ વધવું
કોવિડના વાયરસનો નાશ કરવા દર્દીને કેટલાક કેસમાં સ્ટીરોઇડના હાઇ ડોઝ આપવાની ફરજ પડે છે. આ સ્ટીરોઇડના ડોઝની સાઇડ ઇફેક્ટના કારણે શુગર લેવલ વધી જાય છે. તો બ્લડ શુગરનો ટેસ્ટ પણ કોવિડમાં કરાવવો જરૂરી છે.
મ્યુકરમાઇકોસિસ
કોવિડના સાજા થયેલા દર્દીમાં હાલ મ્યુકરમાઇકોસિસની બીમારીએ પણ માથું ઉંચક્યું છે. આ બીમારી એવા લોકોને વધુ થઇ રહી છે. જેમને પહેલાથી ડાયાબિટીશ હોય અને કોવિડ દરમિયાન હાઇ સ્ટીરોઇડના ડોઝ દીધા હોય. આ સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જતાં આ બ્લેક ફંગલ શરીર પર હાવી થઇ જાય છે. આ સ્થિતિમાં આંખ લાલ થઇ જવી, નાકમાં લોહી નીકળું જેવા કોઇ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો. નહીં તો મ્યુકરમાઇકોસિસ જીવલેણ સાબિત થાય છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે.