Agnipath: અગ્નિવીરોની ભરતી માટે ભારતીય વાયુસેનાએ રજિસ્ટ્રેશનની તારીખ જાહેર કરી, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
સેનામાં નવી ભરતી યોજના સામે ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે, આર્મી બાદ હવે એરફોર્સે પણ અગ્નિવીરોની ભરતી માટે રજિસ્ટ્રેશન અને પરીક્ષાની તારીખો જાહેર કરી છે.
![Agnipath: અગ્નિવીરોની ભરતી માટે ભારતીય વાયુસેનાએ રજિસ્ટ્રેશનની તારીખ જાહેર કરી, જાણો ક્યારે યોજાશે પરીક્ષા Agnipath: The date of registration issued in the Indian Air Force for the recruitment of Agniveers Agnipath: અગ્નિવીરોની ભરતી માટે ભારતીય વાયુસેનાએ રજિસ્ટ્રેશનની તારીખ જાહેર કરી, જાણો ક્યારે યોજાશે પરીક્ષા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/19/3259d0da98f4c078ed3097e757d33f74_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Agnipath Scheme: સેનામાં નવી ભરતી યોજના સામે ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે, આર્મી બાદ હવે એરફોર્સે પણ અગ્નિવીરોની ભરતી માટે રજિસ્ટ્રેશન અને પરીક્ષાની તારીખો જાહેર કરી છે. એરફોર્સમાં અગ્નિવીર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-12 છે. આમાં ભૌતિકશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી ફરજિયાત હોવા જોઈએ.
એરફોર્સમાં અગ્નિવીરોની નોંધણી 24 જૂનથી શરૂ થશે અને 5 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ રજીસ્ટ્રેશન ઓનલાઈન મોડ દ્વારા કરવામાં આવશે. તેની પરીક્ષા 24 જુલાઈના રોજ યોજાશે. જેમાં 12મીની શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે, જેમાં ઉમેદવારે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી ફરજિયાત હોવું આવશ્યક છે. આ સાથે અંગ્રેજીમાં પચાસ ટકા માર્ક્સ ફરજિયાત બનાવાયા છે.
Join the Indian Air Force as an #Agniveer.
— Indian Air Force (@IAF_MCC) June 21, 2022
Registration for #AgnipathRecruitmentScheme starts from 24 June 2022 and ends on 05 July 2022.
Online examination starts from 24 July 2022.
For details, visit https://t.co/w1hj11fZ2K pic.twitter.com/IHYz81kgxh
ઉમેદવારો આ પોસ્ટ્સ (ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી 2022) માટે આ લિંક https://careerindianairforce.cdac.in/ પર ક્લિક કરીને સીધી અરજી પણ કરી શકે છે. ઉપરાંત, આ લિંક https://careerindianairforce.cdac.in/assets/joining દ્વારા, તમે સત્તાવાર સૂચના પણ જોઈ શકો છો. આ ભરતી (Indian Air Force Agniveer Vayu Recruitment 2022) પ્રક્રિયા હેઠળ, ઘણી જગ્યાઓ ભરવામાં આવશે.
ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી 2022 માટેની મહત્વની તારીખો
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ - 24 જૂન 2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 05 જુલાઈ 2022
ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી 2022 માટે ખાલી જગ્યાની વિગતો
અગ્નિવીર વાયુ
ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી 2022 માટે પાત્રતા માપદંડ
ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જોઈએ.
ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભરતી 2022 માટે વય મર્યાદા
29 ડિસેમ્બર 1999 અને 29 જૂન 2005 (બંને દિવસો સહિત) વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)