મહાકુંભથી પરત આવતી બસનો ટ્રક સાથે ગંભીર અકસ્માત, 4 લોકોના મોત, 19 ઘાયલ
આગ્રા લખનૌ એક્સપ્રેસવે પર એક પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની છે. આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો.

Agra Road Accident: આગ્રા લખનૌ એક્સપ્રેસવે પર એક પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની છે. આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં બસને ખરાબ રીતે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થયા છે, જ્યારે 4 લોકોના મોત નિપજ્યા હતા.
મળતી માહિતી મુજબ, મુસાફરોથી ભરેલી બસ મહાકુંભથી પરત ફરી રહી હતી અને લખનૌ એક્સપ્રેસ વે પર ઓવરટેક કરતી વખતે ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. આ ભયાનક માર્ગ અકસ્માત ફતેહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના 27 કિલોમીટર આગરા લખનૌ એક્સપ્રેસ વે પર થયો હતો.
ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે બસ ટ્રક સાથે અથડાઈ હતી
બસ અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બસની આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે. સવારે બનેલા અકસ્માત બાદ ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો ફસાઈ ગયા હતા અને તેમને બચાવી લેવાયા હતા. આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માતને કારણે હોબાળો મચી ગયો હતો. અકસ્માતની આ ઘટના સવારે 5:40 વાગ્યે બની હોવાનું કહેવાય છે.
લખનૌથી આવી રહેલી બસ નંબર RJ 18 PB 5811 કિલોમીટર 27 પર એક ટ્રક સાથે અથડાઈ હતી. બસ અને ટ્રક વચ્ચે જોરદાર અથડામણનો અવાજ સાંભળી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને ક્ષતિગ્રસ્ત બસમાંથી બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ભયાનક માર્ગ અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આ મામલે પોલીસે શું કહ્યું ?
આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માતની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘાયલોને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત બસમાંથી બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ભયાનક માર્ગ અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જ્યારે ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના ફતેહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર થઈ હતી, જેની માહિતી ફતેહાબાદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ડીપી તિવારીએ આપી હતી.





















