શોધખોળ કરો
Advertisement

એર ઇન્ડિયાની એરહોસ્ટેસ વિમાનમાંથી નીચે પડી, ગંભીર રીતે ઘાયલ

મુંબઇઃ એર ઇન્ડિયાનું વિમાન મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ પરથી ઉડાણ ભરવાની તૈયારીમાં હતુ કે ત્યારે ચાલક દળની 53 વર્ષીય મહિલા સભ્ય અચાનક વિમાનમાંથી પડી ગઇ હતી જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ છે.
એર ઇન્ડિયા કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાનું વિમાન એઆઇ-864 મુંબઇથી દિલ્હી માટે ઉડાણ ભરવાની તૈયારીમાં હતું ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. સૂત્રોએ જણાવ્યું કે, એર હોસ્ટેસ દરવાજો બંધ કરતા સમયે વિમાનમાંથી પડી ગઇ હતી. તેને નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. જોકે, એર ઇન્ડિયાએ હજુ સુધી આ અંગે કોઇ સતાવાર નિવેદન આપ્યું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
