શોધખોળ કરો
ભત્રીજા અજીત પવારના ‘દગા’ને લઈને શરદ પવારે શું આપ્યું મોટું નિવેદન? જાણીને ચોંકી જશો
આ નિર્ણયને એનસીપીનું સમર્થન નથી. મારી જાણકારી બહાર આ શપથગ્રહણ થયો છે. શરદ પવારના આ નિવેદન બાદ નક્કી છે કે અજીત પવાર બાગી થયા છે અને એનસીપી તૂટી ગઈ છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપે અજીત પવાર સાથે મળીને સરકાર બનાવી લીધી છે. દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે અજીત પવારે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ત્યારે હવે એનસીપી સુપ્રીમો શરદ પવારનું નિવેદન સામે આવ્યું છે.
શરદ પવારે કહ્યું આ નિર્ણયને એનસીપીનુ સમર્થન નથી. મારી જાણકારી બહાર આ શપથગ્રહણ થયો છે. શરદ પવારના આ નિવેદન બાદ નક્કી છે કે અજીત પવાર બાગી થયા છે અને એનસીપી તૂટી ગઈ છે.#WATCH Mumbai: Devendra Fadnavis takes oath as Maharashtra Chief Minister again, oath administered by Governor Bhagat Singh Koshyari at Raj Bhawan. pic.twitter.com/kjWAlyMTci
— ANI (@ANI) November 23, 2019
શરદ પવારે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપને સમર્થન આપવાનો નિર્ણય અજિત પવારનો અંગત નિર્ણય છે. એ એનસીપીનો નિર્ણય નથી. અમે એ વાત રેકોર્ડ પર કહેવા માંગીએ છીએ કે આ નિર્ણયને સમર્થન આપતા નથી.PM Modi: Congratulations to Devendra Fadnavis ji and Ajit Pawar ji on taking oath as the CM and Deputy CM of Maharashtra respectively. I am confident they will work diligently for the bright future of Maharashtra. pic.twitter.com/ZLFR3D0Jeh
— ANI (@ANI) November 23, 2019
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના 24 ઓક્ટોબરે પરિણામ આવ્યા હતા. અઢી-અઢી વર્ષની મુખ્યમંત્રી ફોર્મ્યૂલાની વાત પર બીજેપી શિવસેનાના ગઠબંધનમાં તિરાડ પડી હતી. ત્યારપછી ઘણી બેઠકોની વાતચીત પછી શિવસેના-એનસીપી અને કોંગ્રેસમાં સરકાર બનાવવા માટે સહમતી બનતી દેખાઈ હતી. શુક્રવારે રાતે એનસીપી એનસીપી અધ્યક્ષ શરદ પવારે સ્પષ્ટ કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ પર સહમતી બની ગઈ છે.#WATCH Mumbai: NCP's Ajit Pawar takes oath as Deputy CM, oath administered by Maharashtra Governor Bhagat Singh Koshyari at Raj Bhawan. pic.twitter.com/TThGy9Guyr
— ANI (@ANI) November 23, 2019
વધુ વાંચો





















