શોધખોળ કરો
UP: કૃષિ બિલના વિરોધમાં ભારતીય કિસાન યુનિયને આપી મોટા આંદોલનની ચેતવણી
કૃષિ ક્ષેત્ર સંબંધિત ત્રણ બિલને લઇને ઉત્તર પ્રદેશમાં રાજનીતિ શરૂ થઇ ગઇ છે. ભાજપ આ બિલને ખેડૂતના લાભમાં ગણાવી રહી છે તો વિપક્ષ તેને ખેડૂત વિરોધી ગણાવી રહી છે.

લખનઉઃ કૃષિ ક્ષેત્ર સંબંધિત ત્રણ બિલને લઇને ઉત્તર પ્રદેશમાં રાજનીતિ શરૂ થઇ ગઇ છે. ભાજપ આ બિલને ખેડૂતના લાભમાં ગણાવી રહી છે તો વિપક્ષ તેને ખેડૂત વિરોધી ગણાવી રહી છે. ભારતીય કિસાન યુનિયને આ બિલ વિરુદ્ધ 25 સપ્ટેમ્બરના રોજ આંદોલનની જાહેરાત કરી દીધી છે. સમાજવાદી પાર્ટીના વડા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વિટ કરી કહ્યું કે ભાજપ સરકાર ખેતીને અમીરોના હાથે ગીરવે રાખવા શોષણકારી બિલ લાવી છે. આ એમએસપી સુનિશ્વિત કરનારી એપીએમસીને ખત્મ કરનારું છે. ભવિષ્યમાં ખેડૂતોના પાકની યોગ્ય કિંમત પણ છીનવાઇ જશે અને તે પોતાની જ જમીન પર મજૂર બની જશે. બસપા સુપ્રીમો માયાવતીએ ટ્વિટ કરી કહ્યું કે, સંસદમાં ખેડૂતો સાથે જોડાયેલા બે બિલ તેની તમામ શંકાઓ દૂર કર્યા વિના ગઇકાલે પાસ કરવામાં આવ્યા. તેનાથી બસપા સહમત નથી. આખા દેશમાં ખેડૂતો શું ઇચ્છે છે તેના પર સરકાર ધ્યાન આપે તે ઇચ્છનીય છે. આ બિલના વિરોધમાં ભારતીય કિસાન યુનિયને 25 સપ્ટેમ્બરના રોજ લખનઉમાં મોટા આંદોલનની તૈયારી કરી છે. ભારતીય કિસાન યુનિયનના પ્રદેશ ઉપાધ્યક્ષ હરનામ સિંહે કહ્યું કે, જો સરકારના હિસાબે આ બિલમાં આટલા બધા ફાયદા છે તો આ બિલ લાવતા અગાઉ ખેડૂતો સાથે બેસીને તેમને સમજાવી સંતુષ્ટ કેમ ના કર્યા. ખેડૂતો આ કાયદાનો વિરોધ કરશે.
વધુ વાંચો





















