શોધખોળ કરો

Meghalaya માં Congress નો મોટો ઝટકો,  તમામ 5  ધારાસભ્ય BJP ના સમર્થન વાળા ગઠબંધન MDA માં સામેલ

મેઘાલયમાં કોંગ્રેસ પાર્ટીને નવો ઝટકો લાગ્યો છે. તેના પાંચ ધારાસભ્યો મંગળવારે સર્વસંમતિથી મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA)માં જોડાયા છે. એમડીએ રાજ્યમાં સત્તારૂઢ ગઠબંધન સરકાર છે.

Meghalaya Latest News: પડોશી રાજ્ય મણિપુરમાં ચૂંટણીનો ધમધમાટ છે, ત્યારે મેઘાલયમાં કોંગ્રેસ પાર્ટીને નવો ઝટકો લાગ્યો છે. તેના પાંચ ધારાસભ્યો મંગળવારે સર્વસંમતિથી મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA)માં જોડાયા છે. એમડીએ રાજ્યમાં સત્તારૂઢ ગઠબંધન સરકાર છે.

કોંગ્રેસ છોડીને પાર્ટીમાં આવેલા પાંચ ધારાસભ્યોમાં CLP નેતા અંપારીન લિંગદોહ, માયરલબોર્ન સિએમ, મોહેંડ્રો રાપસાંગ, કિમ્ફા મારબાનિયાંગ અને પીટી સોકમી સામેલ છે.  કોંગ્રેસ છોડીનારા અમ્પારિન લિંગદોહે કહ્યું કે અમારી સાથે છેતરપિંડી થઈ છે જેના કારણે અમે આ પગલું ભર્યું છે. અમે આ પાંચ ધારાસભ્યોને બચાવી રહ્યા છીએ, કારણ કે જો અમે આવું નહીં કરીએ તો મુશ્કેલીમાં મુકાઈ જઈશું. લોકોએ અમને જીત અપાવી છે.

અહેવાલો અનુસાર, મંગળવારે, પાંચ ધારાસભ્યોએ મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાને હસ્તાક્ષરિત પત્ર સોંપ્યો. મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ એ રાજકીય પક્ષોનું ગઠબંધન છે જેણે 2003ની વિધાનસભા ચૂંટણી પછી મેઘાલયમાં સરકાર બનાવી હતી. તે સમયે તેની અધ્યક્ષતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

મેઘાલયમાં કોંગ્રેસના 17 ધારાસભ્યો હતા. તેમાંથી 12 ટીએમસી સાથે ગયા હતા અને હવે પાંચ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. મેઘાલયના પૂર્વ સીએમ મુકુલ સંગમા પણ પાર્ટી છોડનારા ધારાસભ્યોમાં સામેલ હતા.

સિદ્ધુને CM ચહેરો જાહેર ન કરતાં ભડકી પત્ની નવજોત કોર

પંજાબમાં કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે રજૂ કર્યા છે. પાર્ટી પાસે પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને ચરણજીત ચન્નીના રૂપમાં બે વિકલ્પ હતા. પરંતુ પાર્ટી હાઈકમાન્ડે ચન્ની પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ ચન્નીને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવામાં આવતા નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુ નારાજ છે. તેમણે કહ્યું કે આવા ઉચ્ચ પદ માટે કોઈને પસંદ કરવા માટે શિક્ષણને જોવું ખૂબ જ જરૂરી છે. સિદ્ધુ આના માટે યોગ્ય પસંદગી હોત.

નવજોત કૌર સિદ્ધુએ કહ્યું, 'કોઈને આટલા ઉચ્ચ પદ પર મૂકવાનો કોઈ માપદંડ નથી. ફક્ત તમારું શિક્ષણ, તમારી યોગ્યતા, તમારું કામ, તમારી પ્રામાણિકતા મહત્વની છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આના માટે સિદ્ધુ સારી પસંદગી હોત? તો નવજોત કૌરે કહ્યું, ચોક્કસ, નવજોત સિદ્ધુ CM માટે યોગ્ય પસંદગી હોત, પછી ભલે તે મારા પતિ હોય. કારણ કે હું જાણું છું કે તે સક્ષમ છે, તેના કામનું મોડેલ ખૂબ સારું છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે, તો નવજોત કૌરે હા જવાબ આપ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget