શોધખોળ કરો
નોટબંધી: આજથી ટોલ પ્લાઝા અને પેટ્રોલ પંપ પર નહિ ચાલે 500ની જૂની નોટ

નવી દિલ્લી: 500 રૂપિયાની નોટો વાપરવા પર હાઈવે અને પેટ્રોલ પંપની છૂટ આજથી બંધ થઈ છે. હવેથી 500-1000ની જૂની નોટ બેંક સિવાય ક્યાંય સ્વીકારવામાં આવશે નહિ. ગઈ કાલે રાત્રે 12 વાગ્યાથી નેશનલ હાઈવે પરના તમામ ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલવાની શરૂઆત થઈ ગઈ છે. સાથે જ પેટ્રોલ પંપ અને એરપોર્ટ પર 500ની જૂની નોટ સ્વીકારવાની બંધ થઈ ગઈ છે. 500-1000ની નોટબંધી બાદ છુટ્ટા પૈસાની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને દેશના તમામ હાઈવેને 2 ડિસેમ્બર સુધી ટોલ ફ્રી કરવામાં આવ્યા હતા. હવે હાઈવે પર ટોલ ટેક્સ ફરી શરૂ થઈ ગયો છે. જ્યાં લોકો ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પણ પૈસા ચૂકવી શકશે.
ઉલ્લેખનીય છે કે જૂની 500ની નોટો 31 ડિસેમ્બર સુધી રિઝર્વ બેંકની શાખાઓમાં બદલાવી શકાય છે.
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















