શોધખોળ કરો
Advertisement
PM મોદીની ચૂંટણી રદ કરવા મામલે તેજ બહાદુરે કરેલી અરજી અલ્લાહબાદ હાઈકોર્ટે ફગાવી
પૂર્વ બીએસએફ જવાન બહાદુર યાદવ દ્વારા પીએમ મોદીની ચૂંટણી રદ્દ કરવાની માંગને લઈને ચૂંટણી અરજી કરી હતી.
પ્રયાગરાજ: વારાણસી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલ્લાહબાદ હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હાઈકોર્ટે પીએમ મોદીની ચૂંટણી રદ્દ કરવાની માંગને લઈને કરેલી ચૂંટણી અરજી ફગાવી દીધી છે. આ અરજી પૂર્વ બીએસએફ જવાન બહાદુર યાદવ દ્વારા કરવામાં આવી હતી. કોર્ટે આ અરજીને મેરિટ પર સાંભળ્યા વિના જ રદ કરી દીધી હતી.
આ મામલે પીએમ મોદી તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે તેજ બહાદુર ના તો ચૂંટણીમાં ઉમેદવાર હતા, ના તો વારાણસી સીટથી મતદાતા છે. તેથી તેને ચૂંટણી અરજી દાખલ કરવાનો કોઈ અધિકાર બનતો નથી. કૉર્ટે આ દલીલને માન્ય રાખી હતી અને તેના આધાર પર તેજ બહાદુરની અરજી રદ કરી દીધી હતી.
પીએમ મોદી તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સીપીસીના આદેશ 7 નિમય 11 તથા પોપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટની ધારા 86 (1) અંતર્ગત અરજી કોઈ નક્કર કારણ વગર દાખલ કરવામાં આવી છે. સાથે નિયમ એ પણ છે કે ચૂંટણી અરજી માત્ર તે સીટથી પરથી ચૂંટણી લડનાર ઉમેદવાર કે કોઈ મતદાતા જ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement