શોધખોળ કરો
Advertisement
અમેઠીઃ સ્મૃતિ ઈરાનીએ કાફલો રોકાવી બીમાર મહિલાને હોસ્પિટલ પહોંચાડી, જુઓ વીડિયો
વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો બીમાર મહિલાને ખુરશી પર બેસાડીને લાવે છે અને તેને ઉઠાવીને એમ્બ્યુલન્સમાં બેસાડે છે. સ્મૃતિ ઈરાની ખુદ આ દરમિયાન ત્યાં હાજર છે અને બીમાર મહિલાના પરિવારજનો સાથે વાતચીત કરી સારવાર કરાવવાનો આદેશ આપે છે.
અમેઠીઃ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની શનિવારે તેમના સંસદીય મત વિસ્તાર અમેઠીના પ્રવાસ પર છે. આ દરમિયાન જ્યારે તેમનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમની નજર એક બીમાર મહિલા પર પડી. મહિલાના હાલત જોઈ તેમણે કાફલો રોકાવ્યો અને બીમાર મહિલાને પોતાના કાફલાની એમ્બ્યુલન્સમાં બેસાડી હોસ્પિટલ પહોંચાડી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો બીમાર મહિલાને ખુરશી પર બેસાડીને લાવે છે અને તેને ઉઠાવીને એમ્બ્યુલન્સમાં બેસાડે છે. સ્મૃતિ ઈરાની ખુદ આ દરમિયાન ત્યાં હાજર છે અને બીમાર મહિલાના પરિવારજનો સાથે વાતચીત કરી સારવાર કરાવવાનો આદેશ આપે છે. મહિલાને એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલ રવાના કર્યા બાદ સ્મૃતિ ઈરાની ત્યાંથી આગળ વધી હતી.
વર્લ્ડકપમાં વિરાટ સેના નહીં પણ રણજી ટીમના કયા 11 ખેલાડીઓ રમી રહ્યા છે ? જાણો ચોંકાવનારી વિગત#WATCH Uttar Pradesh: Smriti Irani, BJP MP from Amethi takes a woman to hospital in her convoy ambulance. pic.twitter.com/ohWl12minG
— ANI UP (@ANINewsUP) June 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement