શોધખોળ કરો
Advertisement
અમિત શાહે દેશભરમાં 1 ઓક્ટોબરથી મલ્ટિપ્લેક્સ-થીયેટરો ખોલવાની આપી મંજૂરી ? જાણો સરકારે શું કહ્યું ?
કોરોન મહામારીને કારણએ સમગ્ર દેશમાં માર્ચથી જ તમામ સિનેમા હોલ બંધ છે.
નવી દિલ્હીઃ કોરોન મહામારીને કારણએ સમગ્ર દેશમાં માર્ચથી જ તમામ સિનેમા હોલ બંધ છે. લોકડાઉન હટાવ્યા બાદ એક પછી એક એમ 4 અનલોક આવી ગયા છે પરંતુ હજુ સુધી સિનેમા હોલ કે થિયેટર્સને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.
જોકે હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સમગ્ર દેશમાં ટૂંકમાં જ સિનેમા હોલ ખુલવાના છે. મીડિયા અહેવાલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, 1 ઓક્ટોબરથી સમગ્ર દેશમાં સિનેમા હોલ ફરીથી ખુલી જશે.
જોકે આ અહેવાલને લઈને હવે ખુદ મોદી સરકારે સ્પષ્ટતા કરી છે. સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ આ વાયરલ મેસેજને લઈને એક ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક પર ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે, આ દાવો સંપૂર્ણ ખોટો છે. પીઆઈબીના ફેક્ટ ચેકના ટ્વિટર હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે, ગૃહ મંત્રાલય તરફથી સિનેમા હોલ ફરીથી ખોલવાને લઈને હજુ સુધી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.Claim:A Media report has claimed that Home Ministry has ordered reopening of cinema halls across the country from 1st October with the imposition of strict regulations. #PIBFactCheck: This claim is #Fake. No decision has been taken by @HMOIndia on reopening the cinema halls yet pic.twitter.com/hc903cfXnm
— PIB Fact Check (@PIBFactCheck) September 14, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion