શોધખોળ કરો
Advertisement
કલમ 370માં કોંગ્રેસને રાજનીતિ દેખાય છે, અમને દેશભક્તિ: અમિત શાહ
શાહે કહ્યું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે કાશ્મીર રાજકીય મુદ્દો છે, પરંતુ અમારા માટે તે દેશભક્તિ છે. કોંગ્રેસે કાશ્મીરમાં નરસંહારનું જુઠ્ઠાણું ફેલાવ્યું છે, પરંતુ ત્યાં એક ગોળી પણ ચલાવાઈ નથી. હવે ચૂંટણીમાં નિર્ણય જનતાએ કરવાનો છે કે કોનો સાથ આપવો જોઈએ.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મુંબઈમાં વિજય સંકલ્પ રેલીને સંબોધી હતી. તેમણે જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 ખતમ કરવાના નિર્ણયનો વિરોધ કરવા અંગે કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું હતું. શાહે કહ્યું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે કાશ્મીર રાજકીય મુદ્દો છે, પરંતુ અમારા માટે તે દેશભક્તિ છે. કોંગ્રેસે કાશ્મીરમાં નરસંહારનું જુઠ્ઠાણું ફેલાવ્યું છે, પરંતુ ત્યાં એક ગોળી પણ ચલાવાઈ નથી. હવે ચૂંટણીમાં નિર્ણય જનતાએ કરવાનો છે કે કોનો સાથ આપવો જોઈએ.
શાહે કહ્યું કે, રાહુલ બાબા આપણી પેઢીઓ ક્યારેય કાશ્મીર માટે બલિદાન આપવામાં પાછી નથી રહી. અનુચ્છેદ 370 ખતમ કરવો એ ભાજપ માટે કોઈ રાજકીય મુદ્દો ન હતો. તે ભારત માતાને અખંડ બનાવવાનો સંકલ્પ છે. તમને આમાં રાજનીતિ દેખાઈ રહી છે અને અમને તેમાં દેશભક્તિ દેખાય છે. 1950માં સરદાર પટેલના મૃત્યુ બાદ 1952માં દિલ્હી કરાર થયો હતો, જે અનુચ્છેદ 370નો પાયો હતો. ત્યારબાદ 370 અને 35A લગાવાઈ હતી. તેના જ કારણે ભારતનો કોઈ વ્યક્તિ કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતો ન હતો. PoK નેહરુની ભૂલ હતી.Amit Shah:Rahul Gandhi says Article 370 is a political issue. Rahul Baba you have come into politics now,but 3 generations of BJP have given their life for Kashmir,for abrogation of Article 370. It's not a political matter for us,it's part of our goal to keep Bharat maa undivided https://t.co/Jq3FBxjX2A
— ANI (@ANI) September 22, 2019
ભારતમાં પાકિસ્તાનથી જે શરણાર્થી આવ્યાં, હિન્દુ ભાઈ આવ્યાં, તે કાશ્મીરમાં ગયા અને તેમને પણ નાગરિકતા મળી ન હતી. તેમને નાગરિકતા અને સન્માન મોદીજીએ અપાવ્યું. 370થી આતંકવાદ આવ્યો, અલગાવવાદ આવ્યો.Union Home Minister & BJP President Amit Shah: The issue of Pakistan Occupied Kashmir (PoK) wouldn't have been there had the then Prime Minister Jawaharlal Nehru not announced an untimely ceasefire in 1947, when the Army was strongly fighting against Pakistani infiltrators in J&K pic.twitter.com/u36iWMfZRc
— ANI (@ANI) September 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement