શોધખોળ કરો
Advertisement
ઇફ્તાર પર રાજકારણ: અમિત શાહની ગિરિરાજ સિંહને ફટકાર, કહ્યું- ફરી આવી ભૂલ કરી તો કડક કાર્યવાહી થશે
ગિરિરાજ સિંહે ઈફ્તાર પાર્ટીના આયોજન અંગે કટાક્ષ કરતા તેમણે એલજેપી અધ્યક્ષ રામવિલાસ પાસવાન દ્વારા સોમવારે આયોજિત ઈફ્તાર પાર્ટીની ચાર તસવીરો ટ્વીટ કરી હતી. અને કહ્યું કે આટલા જ પ્રેમથી નવરાત્રિમાં ફળાહારનું આયોજન કરવામાં આવતું અને સુંદર સુંદર તસવીરો આવતી.
નવી દિલ્હી: ઈફ્તાર પાર્ટીને લઈને NDAના સહયોગી દળના નેતાઓ પર નિશાન સાધવું કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને ભારે પડી ગયું. ગૃહમંત્રી અમિત શાહે ગિરિરાજ સિંહને તેમના નિવેદન બદલ ફટકાર લગાવી છે. તેઓએ ગિરિરાજને આકરી ચેતવણી આપતા કહ્યું કે હવે ભવિષ્યમાં આવા કોઈ નિવેદન ટ્વિટ ના કરે. અમિત શાહે એનડીએના સહયોગી દળો પર આપેલા નિવેદન પર નારાજગી વ્યક્ત કરી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું આગળ ફરી આ પ્રકારની ભૂલ કરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગિરિરાજ સિંહે ઈફ્તાર પાર્ટીના આયોજન અંગે કટાક્ષ કરતા તેમણે એલજેપી અધ્યક્ષ રામવિલાસ પાસવાન દ્વારા સોમવારે આયોજિત ઈફ્તાર પાર્ટીની ચાર તસવીરો ટ્વીટ કરી હતી. આ ચારો તસવીરોમાં મુખ્યંત્રી નીતિશ કુમાર અન્ય નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે. તસવીરોને પોસ્ટ કરતા ગિરિરાજસિંહે લખ્યું કે, કેટલું સારું લાગતું જ્યારે આટલા જ પ્રેમથી નવરાત્રિમાં ફળાહારનું આયોજન કરવામાં આવતું અને સુંદર સુંદર તસવીરો આવતી ?. આપણા ધર્મ અને કર્મમાં આપણે કેમ પાછળ છીએ અને દેખાડો કરવામાં આગળ કેમ?BJP President Amit Shah has called and asked Union Minister Giriraj Singh to avoid making statements (Singh tweeted pictures & commented on Bihar CM Nitish Kumar and other leaders attending 'Iftar' parties) pic.twitter.com/Wgc5XzOba3
— ANI (@ANI) June 4, 2019
મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયૂ તરફથી રવિવારે ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેડીયૂના ઈફ્તારમાં ભાજપના નેતા નદારદે હાજરી આપી હતી. નીતિશ સોમવારે 'હમ'ની ઈફ્તાર પાર્ટીમાં પણ સામેલ થયા હતા. આ દરમિયાન માંઝીએ કહ્યું ભાજપને હરાવવા માટે નીતિશ જો મહાગઠબંધનની સાથે આવતા તો સારું રહેશે. ગિરિરાજના નિવેદન પર નિતિશ કુમારે પણ પલટવાર કર્યો અને કહ્યું કે ‘કેટલાક લોકોનું કામ જ હોય છે, કંઈ પણ બોલવાનું, હું પોતાના કાર્યક્રમાં જઈશ.’ ગિરિરાજ સિંહે જે તસ્વીરો શેર કરી છે તેમાં એનડીએના નેતાઓ સિવાય મહાગઠબંધનમાં સામેલ હમ ના અધ્યક્ષ જીતન રામ માંઝી નજર આવી રહ્યાં છે. પ્રથમ તસવીરમાં રામ વિલાસ પાસવાન નીતિશ કુમારને મળી રહ્યાં છે અને બાજુમાં ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદી ઊભા છે. આ તસ્વીર એલજેપી દ્વારા આયોજીત ઇફ્તાર પાર્ટીની છે. જ્યારે બીજી તસવીરમાં નીતિશ કુમાર, જીતન રામ માંઝી, રામ વિલાસ પાસવાન નજર આવી રહ્યાં છે. આ તસ્વીર જેડીયૂના ઇફ્તારની છે.कितनी खूबसूरत तस्वीर होती जब इतनी ही चाहत से नवरात्रि पे फलाहार का आयोजन करते और सुंदर सुदंर फ़ोटो आते??...अपने कर्म धर्म मे हम पिछड़ क्यों जाते और दिखावा में आगे रहते है??? pic.twitter.com/dy7s1UgBgy
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) June 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion