Earthquake : કશ્મીર, નોએડા અને પંજામાં ભૂકંપના આંચકા અનુભવાયા, 5.7ની તિવ્રતાનો ભૂકંપ
જમ્મુ-કશ્મીર, નોએડા અને પંજાબમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 5.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ભૂકંપનું કેન્દ્રબિન્દુ છે.
નવી દિલ્લીઃ જમ્મુ-કશ્મીર, નોએડા અને પંજાબમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 5.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ભૂકંપનું કેન્દ્રબિન્દુ છે.
An earthquake with a magnitude of 5.7 on the Richter Scale hit Afghanistan-Tajikistan Border Region at 9:45 am today: National Center for Seismology pic.twitter.com/74f7Qrj10T
— ANI (@ANI) February 5, 2022
કશ્મીરમાં 8થી 10 સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે સવારે 9.45 વાગ્યે 5.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અફગાનિસ્તાન-તજાકિસ્તાન બોર્ડર પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, તેમ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું છે.
ndia Corona Cases Today ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા હતા પરંતુ છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ કેરળ, તમિલનાડુમાં સામે આવી રહ્યા છે. ફેબ્રુઆરીના સતત પાંચમાં દિવસે એક હજારથી વધારે મોત નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં નવા 1,27,952 કેસ નોંધાયા છે અને 1059 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં2,30,814 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1331648 પર પહોંચી છે.
કેટલું ટેસ્ટિંગ થયું
દેશમાં 4 ફેબ્રુઆરીએ 16,03,856 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
- કુલ એક્ટિવ કેસઃ 13,31,648
- કુલ ડિસ્ચાર્જઃ 4,02,47,902
- કુલ મૃત્યુઆંકઃ 5,01,114
- કુલ રસીકરણઃ 168,98,17,199 (જેમાંથી ગઈકાલે 47,53,081 ડોઝ આપવામાં આવ્યા હતા.)
5 લાખથી વધુ મોતના કેસમાં ભારત ત્રીજા ક્રમે
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ઓસરી રહી હોવા છતાં દૈનિક મોતના આંકડા ચિંતાજનક રીતે સતત વધી રહ્યા છે. દેશમાં શુક્રવારે કોરોનાથી ૨૪ કલાકમાં ૧,૦૭૨ દર્દીઓના મોત નીપજ્યાં હતા. આ સાથે મૃત્યુઆંક પાંચ લાખને પાર કરી ગયો છે. દુનિયામાં અમેરિકા (૯.૨૦ લાખ) અને બ્રાઝિલ (૬.૩૦ લાખ) પછી ભારતમાં કોરોનાથી સૌથી વધુ દર્દીઓનાં મોત થયા છે.