કોરોનાથી સાજા થયેલા દર્દી પર ICMRનું સ્ટડી, જોવા મળી આ બીજી બીમારી, હેલ્થ એક્સર્ટે શું આપી સલાહ?
કોરોનાની મહામારીમાં જ પોસ્ટ કોવિડ પેશન્ટ પર સ્ટડી થયું. આ સ્ટડીના કેટલાક તારણો સામે આવ્યાં છે.
post covid:કોરોનાની મહામારીમાં જ પોસ્ટ કોવિડ પેશન્ટ પર સ્ટડી થયું. આ સ્ટડીના કેટલાક તારણો સામે આવ્યાં છે. આ સ્ટડી મુજબ કોરોનાથી સાજા થયેલા દર્દીમાં હાઇબ્લડપ્રેશનની સમસ્યા વધુ જોવા મળી રહી છે. આ સ્ટડી દિલ્લીના મુલચંદ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. આ સ્ટડીના તારણ પર નજરી કરીએ તો, કોવિડથી રિકવર થયેલા દર્દીમાં 46 ટકા દર્દીઓ એવા હતા. જે કોરોના બાદ હાઇ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત છે. આ પ્રકારની દર્દીઓ 55થી 70 વર્ષની એઝ ગ્રૂપના છે. સ્ટડીમાં એ પણ સામે આવ્યું છે કે, કેટલાક યંગ એઝના કેસમાં પણ હૃદયની ગતિ એબનોર્મલ જેવી કેટલીક સમસ્યા જોવા મળી રહી છે. ICMRએ પોસ્ટ કોવિડની સ્થિતિ જાણવા માટે 19 હજાર દર્દી પર સ્ટડી કર્યું હતું. આ સ્ટડી મુજબ 27.6 દર્દી એવા હતા, જેમને પહેલાથી હાઇપર ટેન્શનની બીમારી હતી.
એક સ્વસ્થ શરીરમાં અપર બ્લડ પ્રેશર લેવલ 120 અને લોવર 80 હોવું જોઇએ. પોસ્ટ કોવિડની સમસ્યાથી બચવા માટે નિષ્ણાત કેટલીક સલાહ આપી છે, પોસ્ટ કોવિડ બાદ હેવી એક્સરસાઇઝ, જિમને અવોઇડ કરો, માત્ર હળવી એકસરસાઇઝ અને યોગ કરો. પંદર મિનિટ સવારનો કૂમળો તાપ લો, 8 કલાકની પૂરતી નિયમિત ઊંઘ લો, પોસ્ટ કોવિડમાં રિકવરી માટે પ્રોટીનયુક્ત ફૂડ લેવાનો આગ્રહ રાખો.
કોરોનાના નવા વાયરસે વધારી ચિંતા
કોરોના વાયરસના ડેલ્ટા સ્વરૂપનો કહેર સમગ્ર દુનિયાએ મહેસૂસ કર્યો હતો. હવે એક નવો સ્ટ્રેન સામે આવ્યો છે. જેમાં ચિંતાજનક મુદ્દો એ છે કે, આ વેરિયન્ટ સામે કોરોનાની રસી પણ બેઅસર છે.દક્ષિણ આક્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે. એક અધ્યયન મુજબ આ નવો વેરિયન્ટ પહેલાના વેરિયન્ટ કરતા ઘણો સંક્રામક હોવાનો દાવો થઇ રહ્યો છે. જેના કારણે વર્તમાન રસી પર તેના પર બેઅસર સાબિત થઇ શકે છે. કોરોનાના આ વેરિયન્ટને C 1.2 નામ અપાયું છે. જે દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોમાં પણ જોવા મળી રહ્યો છે.
દક્ષિણ આફ્રિકાએ નેશનલ ઇન્સ્ટીટયૂટ ફોન કમ્યુનિકેબલ ડિસીઝસના વૈજ્ઞાનિકઓ ક્વાજુલુ નટાલ રિસર્ચ ઇનોવેશન એન્ડ સિક્વેસિંગ પ્લેટફ્રોમને લઇને કહ્યું છે કે, કોરોના વાયરસનો આ નવો વેરિયન્ટ પહેલીવાર દેશમાં આ વર્ષે મેમાં સામે આવ્યો હતો.
નવા વેરિયન્ટ C .1.2ના લક્ષણો
શોધકર્તાનું કહેવું છે કે, હજું આ નવો વેરિયન્ટ છે. તેથી તેના વિષે જાણવા માટે વધુ અધ્યયની જરૂર છે. તેથી હજું એ સ્પષ્ટ ન કહી શકાય કે, આ વેરિયન્ટથી સંક્રમિત લોકોમાં ક્યાં લક્ષણો જોવા મળે છે. જો કે અત્યાર સુધી કોરોનાના નવા વેરિયન્ટ C .1.2 પર થયેલા અભ્યાસ પરથી એટલું કહી શકાય કે, નાકમાંથી ચીકણું પ્રવાહી નીકળવું,. સતત ઉધરસ આવવી, ગળામાં દુખાવો થવો, ગંધ અને સ્વાદની કમી, તાવ, માંસપેશીઓમાં દુખાવો,આંખના રંગમાં બદલાવ.આ સાથે ડાયરિયાની પણ સમસ્યા થઇ શકે છે. કોરોનાનો નવો વેરિયન્ટ સી-1.2 ફેફસાને કેવી રીતે પ્રભાવિત કરે છે. તેના પર અભ્યાસ કરવો હજુ બાકી છે.