(Source: ECI/ABP News/ABP Majha)
Jammu Kashmir Encounter: જમ્મૂ-કશ્મીરમાં આતંકી અને સુરક્ષાદળો વચ્ચેના 2 અલગ-અલગ એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની કાર્યવાહી ચાલી રહી છે. સુરક્ષા દળોએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.
Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની કાર્યવાહી ચાલી રહી છે. સુરક્ષા દળોએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, અનંતનાગ જિલ્લાના હંગલગુંડ વિસ્તારમાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર કર્યો છે અને એન્કાઉન્ટર હજુ ચાલુ છે.
આ પહેલાં, સુરક્ષા દળોએ કુલગામના મિશીપુરા વિસ્તારમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, કુલગામના મિશીપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ મંગળવારે આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, સુરક્ષા દળો સાથે શરુઆતના ગોળીબાર પછી, આતંકવાદીઓ મિશીપુરાના સામાન્ય વિસ્તારમાં તેમના છુપાયેલા સ્થળને બદલવામાં સફળ થયા. જો કે, સુરક્ષા દળોએ કોર્ડન જાળવી રાખ્યું હતું અને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું, જેના પગલે ગુરુવારે ફરીથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, આ ઓપરેશન હજી પણ ચાલુ છે.
બુધવારે બે આતંકવાદીઓ માર્યા ગયાઃ
બુધવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમાંથી એક તાજેતરમાં બેંક મેનેજરની હત્યામાં સામેલ હતો. પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાના કાંજીયુલરમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યા પછી ફોર્સ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. તેમણે કહ્યું કે, જ્યારે સુરક્ષાકર્મીઓ સર્ચ ઓપરેશનના ભાગરૂપે શંકાસ્પદ સ્થળ પર પહોંચ્યા ત્યારે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો, ત્યારબાદ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પહેલા મંગળવારે સુરક્ષા દળોએ શ્રીનગરમાં એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની સહિત લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા બંને આતંકવાદીઓ એક જૂથનો ભાગ હતા જે અમરનાથ યાત્રા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.
આ પણ વાંચોઃ
Gujarat Election 2022 : ગુજરાતમાં ભાજપને 70થી વધુ બેઠકો નહીં આવેઃ જગદીશ ઠાકોરનો મોટો દાવો