શોધખોળ કરો

આવતીકાલનું હવામાન 29 એપ્રિલ: 15 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Weather Update: યુપી, બિહાર અને પંજાબ સહિતના રાજ્યોમાં વાવાઝોડાની આગાહી, ખેડૂતોને ખાસ એલર્ટ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૧૫ રાજ્યોમાં ૨૯ એપ્રિલે ભારે વરસાદ અને તોફાનની આગાહી.
  • ૮૦-૮૫ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાશે.
  • ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબમાં વરસાદ-વાવાઝોડાની ચેતવણી.
  • ગરમી વચ્ચે આ રાજ્યોમાં હવામાન પલટાવાની શક્યતા.

April 29 weather forecast: દેશમાં એક તરફ કાળઝાળ ગરમી લોકોને શેકી રહી છે, ત્યારે હવામાન વિભાગે (IMD) આવતીકાલ એટલે કે 29 એપ્રિલ માટે એક નવી અને મોટી ચેતવણી આપી છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબ સહિત દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 80 થી 85 કિમી પ્રતિ કલાકની ભયાનક ઝડપે પવન ફૂંકાશે. ખરાબ હવામાનને જોતા ખેડૂતો અને પહાડી વિસ્તારોમાં ફરવા ગયેલા પ્રવાસીઓ માટે ખાસ એલર્ટ જાહેર કરીને ઘરની બહાર નીકળતા પહેલા હવામાનનું અપડેટ જાણી લેવા અપીલ કરવામાં આવી છે.

દેશના કયા 15 રાજ્યોમાં છે વરસાદની આગાહી?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાત) સર્જાઈ રહ્યું છે. પૂર્વ ભારતમાં વીજળી પડવાથી નુકસાનની પણ ભીતિ છે. આ સ્થિતિને કારણે દેશના 15 રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ અને કેરળનો સમાવેશ થાય છે. 85 કિમીની ઝડપે આવતા વાવાઝોડાથી મોટું નુકસાન થઈ શકે છે, તેથી ખેડૂતોને કારણ વગર ખુલ્લામાં ન જવા સલાહ અપાઈ છે.

વિવિધ રાજ્યોમાં કાલના હવામાનની સ્થિતિ:

દિલ્હી (ભારે ગરમી): દિલ્હીવાસીઓએ 29 એપ્રિલે હજુ પણ આકરી ગરમીનો સામનો કરવો પડશે. 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તાપમાન મહત્તમ 38 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી રહી શકે છે.

ઉત્તર પ્રદેશ (વરસાદ-વાવાઝોડું): 29 એપ્રિલથી 2 મે સુધી મેરઠ, આગ્રા, કાનપુર, નોઈડા, પ્રયાગરાજ સહિતના શહેરોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી છે. લખનૌમાં તાપમાન 38 થી 25 ડિગ્રીની વચ્ચે રહેશે.

બિહાર (મુશળધાર વરસાદ): પટણા, ગયા, મુઝફ્ફરપુર સહિતના જિલ્લાઓમાં 29 એપ્રિલે ભારે વરસાદ અને તોફાન માટે એલર્ટ છે. પટણાનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ 23 ડિગ્રી રહેશે.

પંજાબ અને રાજસ્થાન: પંજાબના અમૃતસર, ભટિંડા, મોહાલી જેવા શહેરોમાં 60-65 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડશે. જ્યારે રાજસ્થાનમાં 29-30 એપ્રિલે અજમેર, જયપુર સહિતના વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન અને વરસાદની આગાહી છે. જયપુરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી જઈ શકે છે.

પહાડી રાજ્યો (ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર): ઉત્તરાખંડમાં નૈનીતાલ, દહેરાદૂન સહિતના વિસ્તારોમાં 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. હિમાચલમાં કાંગરા, શિમલા, મનાલીમાં 60 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડશે, મનાલીમાં તાપમાન -1 ડિગ્રી સુધી ગગડી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં પણ શ્રીનગર અને જમ્મુમાં 40-50 કિમીની ઝડપે પવન અને તોફાનની આગાહી છે.

મધ્ય પ્રદેશ: 29 એપ્રિલથી 3 મે સુધી ભોપાલ, ઇન્દોર સહિતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ભોપાલમાં કાળઝાળ ગરમી વચ્ચે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુત્તમ 28 ડિગ્રી નોંધાઈ શકે છે.

આ પણ વાંચોઃ આ રાજ્યોમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદ ભુક્કા કાઢશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

Frequently Asked Questions

29 એપ્રિલે કયા રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી છે?

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ સહિત દેશના 15 રાજ્યોમાં 29 એપ્રિલે ભારે વરસાદ અને 80-85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે.

દિલ્હીમાં 29 એપ્રિલે હવામાન કેવું રહેશે?

દિલ્હીમાં 29 એપ્રિલે પણ આકરી ગરમી ચાલુ રહેશે. 15-20 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને તાપમાન મહત્તમ 38 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી રહી શકે છે.

પહાડી રાજ્યોમાં 29 એપ્રિલે હવામાનની શું સ્થિતિ રહેશે?

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં 30-60 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને તોફાનની આગાહી છે. મનાલીમાં તાપમાન -1 ડિગ્રી સુધી ગગડી શકે છે.

ખેડૂતો અને પ્રવાસીઓ માટે શું સલાહ આપવામાં આવી છે?

ખરાબ હવામાનને કારણે ખેડૂતોને કારણ વગર ખુલ્લામાં ન નીકળવાની અને પ્રવાસીઓને ઘરની બહાર નીકળતા પહેલા હવામાન અપડેટ જાણવાની ખાસ અપીલ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
Embed widget