શોધખોળ કરો
Advertisement
370 હટાવ્યા બાદ પ્રથમવાર શ્રીનગર પહોંચ્યા આર્મી ચીફ, જવાનો સાથે કરી વાતચીત
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ સેનાના વડા બિપિન રાવતે પહેલીવાર શુક્રવારે શ્રીનગર પહોંચ્યા છે.
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ સેનાના વડા બિપિન રાવતે પહેલીવાર શુક્રવારે શ્રીનગર પહોંચ્યા છે. અહીં તેઓ સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી. સેનાના વડા બિપિન રાવત બે દિવસ શ્રીનગરની મુલાકાતે છે.
શ્રીનગરમાં સેના પ્રમુખે જવાનો સાથે વાતચીત કરી, સાથે તેમના મનોબળ અને પ્રેરણા માટે તેમની પ્રસંશા પણ કરી. જ્યારે પાકિસ્તાન ભારતમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યું છે. તેને લઈને પણ સેના પ્રમુખે સુરક્ષાના પડકારને પહોંચી વળવાની વાત કરી. આ સિવાય બિપિન રાવત કાશ્મીર ઘાટીની સ્થિતને પહોંચી વળવા માટે સુરક્ષાદળોની તૈયારીઓની સમીક્ષા પણ કરશે.
નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરના બે ભાગલા કરી તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે. તે સિવાય સરકારે જમ્મુ કાશ્મીર અને લદાખના વિકાસની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે જાહેરાત કરી હતી કે આગામી બે કે ત્રણ દિવસમાં જમ્મુ કાશ્મીર અને લદાખમાં 50 હજાર સરકારી નોકરીઓની ભરતી કરવામાં આવશે.#JammuAndKashmir: Chief of Army Staff, General Bipin Rawat, visited SRINAGAR, earlier today, on a two day visit to the Valley to review the prevailing security situation. pic.twitter.com/PJhtu4MSoC
— ANI (@ANI) August 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion