શોધખોળ કરો
Advertisement
સેનાના વડા બિપિન રાવતે કહ્યું- લદ્દાખના ડેમચોકમાં ચીની સેનાએ નથી કરી ઘૂસણખોરી
આ પહેલા શુક્રવારે ખબર આવી હતી કે ચીને એકવાર ફરી ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો અને ડેમચોક વિસ્તારમાં છ કિલોમીટર સુધી અંદર આવી ગયા હતા.
નવી દિલ્હી: લદ્દાખના ડેમચોક વિસ્તારમાં ચીનની ઘૂસણખોરી પર સેનાના વડા જનરલ બિપિન રાવતે કહ્યું કે કોઈ ઘૂસણખોરી થઈ નથી. તેઓએ કહ્યું કે ચીનની સેનાના જવાનો આવે છે અને વાસ્તવિક નિયંત્રણની તેમની કથિત રેખા પર પહેરેદારી કરે છે, જેને અમે રોકવાનો પ્રયાસ કરીએ છે. અમે વાસ્તવિક નિયંત્રણની પોતાની રેખા સુધી પહોંચવાનો પ્રયાસ કરી છે. જે અમને આપવામાં આવી છે.
બિપિન રાવતે કહ્યું “ડેમચોક સેક્ટરમાં કેટલાક તિબેટિયનો દ્વારા આપણા તરફથી જશ્ન માનવવામાં આવી રહ્યો હતો. તેના આધાર પર એ જવા માટે કે શું થઈ રહ્યું હતું. કેટલાક ચીની પણ તેની વિપરીત આવ્યા. જો કે બધુ સામાન્ય છે.”
આ પહેલા શુક્રવારે ખબર આવી હતી કે ચીને એકવાર ફરી ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. મીડિયા અહેવાલ પ્રમાણે થોડાક દિવસો પહેલા ચીની સેના ડેમચોક વિસ્તારમાં છ કિલોમીટર સુધી અંદર આવી ગયા હતા અને અહીં દલાઈ લામાના જન્મદિવસના ઉત્સવમાં હસ્તક્ષેપ કર્યો હતો અને સ્થાનિક લોકોને કથિત રીતે ધમકાવ્યા હતા.Army Chief Gen Bipin Rawat on 'Chinese troop movements in Demchok': Celebrations were underway on our side by some Tibetans in Demchok sector. Based on that, to see what was happening, some Chinese also came opposite. Everything is normal. https://t.co/BBRb11VLPy
— ANI (@ANI) July 13, 2019
વરસાદને લઈને આવ્યા સારા સમાચાર, અલ નિનોની અસર ખતમ થતા હવે ચોમાસું જોર પકડશે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion