Ahmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફી
અમદાવાદ શહેરના રખિયાલમાં ગુંડાગર્દી કરનારા તત્વોની પોલીસે હવે શાન ઠેકાણે લાવી લીધી છે. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આરોપીઓને રખિયાલમાં દાદાગીરી કરવી ભારે પડી ગઈ છે. જે આરોપીઓ ખુલ્લેઆમ તલવાર લઈને દાદાગીરી કરતા હતા તેઓની ગુજરાત પોલીસે ગુંડાઓની બધી જ દાદાગીરી કાઢી નાંખી છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે આરોપીઓ જનતા પાસે માફી માગી રહ્યા છે. રખિયાલ અને બાપુનગરમાં અસમાજિક તત્વો દ્વારા આતંક મચાવવા કેસમાં ૨ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.જ્યારે વધુ બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. બાપુનગરમાં આતંક મચાવનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. સમીર શેખ,અલ્તાફ શેખ,ફઝલ શેખ,મહેફૂજહ મિયાનો વરઘોડો કાઢીને પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે. ઘટનાસ્થળ પર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. આરોપી પાસે બે હાથ જાેડીને જાહેર જનતાની માફી પણ મંગાવવામાં આવી છે.