શોધખોળ કરો

Article 370: 'તમામ નાગરિકને સરકારના નિર્ણયની ટીકા કરવાનો અધિકાર', સુપ્રીમ કોર્ટે રદ કરી ફરિયાદ

Article 370: સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશના દરેક નાગરિકને સરકારના નિર્ણયોની ટીકા કરવાનો અધિકાર છે

Article 370:  સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશના દરેક નાગરિકને સરકારના નિર્ણયોની ટીકા કરવાનો અધિકાર છે. કલમ 370 નાબૂદ કરવાની ટીકા કરતી વ્હોટ્સએપ પોસ્ટના સંબંધમાં પ્રોફેસર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ્દ કરવાનો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. પ્રોફેસર જાવેદ અહેમદ હઝમ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153A (સાંપ્રદાયિક દ્વૈષને પ્રોત્સાહન આપવી) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તેમને બોમ્બે હાઈકોર્ટમાંથી આ સંબંધમાં રાહત મળી ન હતી.

પ્રોફેસર જાવેદે વોટ્સએપ પર પોસ્ટ કરી હતી. 5મી ઓગસ્ટ – જમ્મુ અને કાશ્મીર માટે કાળો દિવસ અને 14મી ઓગસ્ટ – પાકિસ્તાનને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા. આ બંને પોસ્ટને વાંધાજનક ગણીને તેમની સામે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દરેક નાગરિકને તેમના સ્વતંત્રતા દિવસ પર કોઈપણ અન્ય દેશને અભિનંદન આપવાનો અધિકાર છે. જો ભારતનો નાગરિક 14મી ઓગસ્ટે પાકિસ્તાનના નાગરિકોને તેમના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવે તો તેમાં કંઈ ખોટું નથી.

જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઇયાંની ખંડપીઠે કહ્યું હતું કે, ભારતનું બંધારણ કલમ 19(1)(એ) હેઠળ તેના નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ગેરન્ટી આપે છે. આ ગેરંટી હેઠળ દરેક નાગરિકને અધિકાર છે કે તે કલમ 370ને ખત્મ કરવાના અથવા રાજ્યના તમામ નિર્ણયની ટીકા કરે.  તેમને એ કહેવાનો પણ અધિકાર છે કે તેઓ રાજ્યના નિર્ણયથી ખુશ નથી. દરેક નાગરિકને જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં ફેરફારની ટીકા કરવાનો પણ અધિકાર છે. કલમ 370 નાબૂદ કરવાના દિવસને કાળો દિવસ કહેવો એ પ્રતિકાર અને ગુસ્સાની અભિવ્યક્તિ છે.

કોર્ટે કહ્યું હતું કે જો સરકારના નિર્ણયોની દરેક ટીકા અથવા વિરોધને કલમ 153A હેઠળ ગુનો બનાવવામાં આવશે તો લોકશાહી ટકી શકશે નહીં. અસંમતિનો અધિકાર એ બંધારણની કલમ 19(1)(a) હેઠળ આપવામાં આવેલી ગેરન્ટી હેઠળ માન્ય અને કાનૂની અધિકાર છે. દરેક વ્યક્તિએ બીજાના અસંમતિના અધિકારનો આદર કરવો જોઈએ. સરકારી નિર્ણયો સામે શાંતિપૂર્ણ વિરોધ એ લોકશાહીનો આવશ્યક ભાગ છે.                                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Embed widget