શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરમાં હવે ભારતનો કોઈપણ નાગરિક મિલકત ખરીદી શકશે, થશે આ 10 મોટા બદલાવ, જાણો વિગત
હવે જમ્મુ કાશ્મીરમાં દેશના અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશની જેમ જ ભારતના નિતી નિયમ અને કાયદા લાગુ થશે.
નવી દિલ્હીઃ રાજ્યસભામાં સોમવારે કાર્યવાહી શરૂ થતાં જ કાશ્મીર મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો છે. રાજ્યસભાની શરૂઆત થતાં જ ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 હટાવવા અને J&Kના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આમ, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો છે. હવે લદ્દાખ અલગ રાજ્ય બનશે. આ સાથે જ અમિત શાહે બંને રાજ્યોને કેન્દ્ર શાસિત બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. સરકારે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનનું બિલ રજૂ કર્યું હતું. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ અલગ કરી દેવામાં આવ્યું છે. લદ્દાખને વિધાનસભા વગરના કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. અમિત શાહ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લદ્દાખના લોકોની ઘણાં સમયથી માંગણી હતી કે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે. જેથી અહીં રહેનારા લોકો તેમના લક્ષ્યને મેળવી શકે. મોદી-શાહના આ સ્ટ્રોકથી જમ્મુ-કાશ્મીરમાં કેટલાક ફેરફાર થશે.
(1) જમ્મુ-કાશ્મીર રાજ્યનો દરજ્જો સમાપ્તઃ ગૃહપ્રધાન અમિત શાહે પોતાની જાહેરાતમાં દર્શાવ્યું છે કે જમ્મુ ક્શમીર અને લદાખ હવે કેન્દ્ર સરકારને આધીન અલગઅલગ કેન્દ્ર શાસિત પ્રદેશના રૂપમાં ઓળખાશે. એટલે કે જમ્મુ કાશ્મીરનો રાજ્યનો દરજ્જો સમાપ્ત થઈ ગયો છે. એ હવે દિલ્હીના જેવું રાજ્ય રહેશે. જેની પોતાની વિધાનસભા હશે, પણ તે કેન્દ્રને આધીન જ મનાશે.
(2) લદાખમાં વિધાનસભા નહી હોયઃ અમિત શાહના ભાષણ મુજબ સ્પષ્ટ થાય છે કે પર્વતીય ક્ષેત્ર લદાખ જે અત્યાર સુધી કાશ્મીરનું અંગ હતું હવે તે જમ્મુ કાશ્મીરથી અલગ થયું છે. અને તેને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દેવાયું છે. હવે તે ચંદીગઢની જેમ વિધાનસભા વગરનો કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે.
(3) સમાપ્ત થયા વિશેષાધિકારઃ હવે જમ્મુ કાશ્મીરમાં દેશના અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશની જેમ જ ભારતની નિતી નિયમ અને કાયદા લાગુ થશે. કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓ અથવા અન્ય કાયદાની જેમ તમામ રાજ્યોની સાથેસાથે લાગુ કરાશે. કલમ 370 હટવાની સાથે સાથે કલમ 35 એ પણ રદ થઈ જશે. તે અનુસાર આ રાજ્યને દેશના બાકીના રાજ્યોથી અલગ અધિકાર મળ્યા હતા.
(4) બીજા રાજ્યોના લોકો હવે કાશ્મીરમાં નોકરી કરી શકશેઃ આર્ટિકલ 370ની પેટા કલમ 35 એ દૂર થતાં દેશના બીજા રાજ્યોના લોકો કાશ્મીરમાં સરકાર નોકરી જોઈન કરી શકે તે માટેના રસ્તા ખૂલી ગયા છે.
(5) કાશ્મીરમાં મિલકત ખરીદવા માટે માર્ગ મોકળો બન્યોઃ કલમ 370 હટવાથી હવે કાશ્મીરમાં બીજા રાજ્યોના લોકો સંપત્તિનું ખરીદ વેચાણ કરી શકશે. પહેલા બીજા રાજ્યોના રહેવાસીઓ અહીંયા રોકાણ પણ કરી શકતા ન હતા, અને મિલકત પણ વસાવી શકતા ન હતી. મિલકત ખરીદી હોય તો દસ્તાવેજ ન થઈ શકે.
(6) અલગ ઝંડા અને અલગ એજન્ડા પણ સમાપ્તઃ કલમ 370 દૂર થતાં કાશ્મીરમાં અલગ ઝંડા રહેશે નહી, ત્યાં પણ ત્રિરંગો જ માન્ય રહેશે. ત્રિરંગાનું અપમાન કરનાર સામે રાષ્ટ્રદ્રોહની કલમ લાગુ પડશે અને કાર્યવાહી થશે. આરટીઆઈ અને સીએજી જેવા કાયદા કાશ્મીરમાં લાગુ થશે.
(7) વિધાનસભાના કાર્યકાળઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ અત્યાર સુધી છ વર્ષનો હતો. હવે 370 કલમ હટી જતાં વિધાનસભાનો કાર્યકાળ ભારતના અન્ય રાજ્યોની જેમ પાંચ વર્ષનો રહેશે
(8) બંધારણની જોગવાઈઓ લાગુ થશેઃ પહેલા જમ્મુ કાશ્મીરનું અલગ બંધારણ હતું, પણ હવે આર્ટિકલ 370 હટી જતાં ભારતીય બંધારણ જ જમ્મુ કાશ્મીરને લાગુ થશે. કેન્દ્ર સરકાર કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લે તો તેના માટે રાજ્ય સરકારની મંજૂરી લેવાની રહેતી નથી.
(9) રાજ્ય બહાર લગ્ન કરનાર મહિલાઓને મિલકતના વારસામાંથી નામ રદ નહી કરાયઃ પહેલા જમ્મુ કાશ્મીરની મહિલા જો બીજા રાજ્યમાં લગ્ન કરે તો તેને પ્રોપર્ટીમાંથી નામ કાઢી નાંખવામાં આવતું હતું. હવે આર્ટિકલ 370 હટી જતાં આ જોગવાઈનો અંત આવે છે. આ પહેલા જમ્મુ કાશ્મીરના નાગરિકોને અત્યાર સુધી બેવડી નાગરિકતા મળતી હતી. પહેલા જમ્મુ કાશ્મીરની અને બીજી ભારતીય નાગરિકતા. કલમ 370 દૂર થતાં હવે કાશ્મીરના નાગરિકો હવે ભારતીય નાગરિક જ કહેવાશે.
(10) પછાત વર્ગના લોકોને અનામતનો લાભ મળશેઃ દેશમાં લાગુ અનામતનો લાભ હવેથી જમ્મુ કાશ્મીરના નાગરિકોને મળશે. પહેલા આ અનામતનો લાભ તેમને મળતો ન હતો. હવે જમ્મુ કાશ્મીરમાં હવે રાજ્યપાલ શાસનની જગ્યાએ રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે.
ભારત વિન્ડિઝ સામે ભલે T20 શ્રેણી જીત્યું, પણ આ સમસ્યા હજુ ટીમ ઈન્ડિયા માટે છે માથાનો દુખાવો, જાણો વિગત
#Article370 મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ શું કર્યુ ટ્વિટ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion