શોધખોળ કરો
PM મોદીની સમીક્ષા બેઠક: પેટ્રોલ-ડીઝલમાં કોઈ રાહત નહીં, જેટલીએ કહ્યું-‘ટેક્સ રેવન્યૂ સારો રહેશે’
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નાણાં મંત્રાલયના વિવિદ વિભાગોના કામકાજની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં નાણાંમંત્રી અરુણ જેટલી સહિત અનેક અધિકારીઓ પણ સામેલ થયા હતાં. બેઠક બાદ નાણાંમંત્રી જેટલીએ કહ્યું કે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં 3.3 ટકાના રાજકોષીય ઘાટાના ટાર્ગેટ પર કાયમ રહેશે. સરકારને આશા છે કે, ચાલુ નાણાંકીય વર્ષમાં તેનો ટેક્સ રેવન્યુ સારો રહેશે અને આ વર્ષે ડિસઇનવેસ્ટમેન્ટનો લક્ષ્યાંક પણ પાર કરવામાં આવશે.
જેટલીએ કહ્યું કે, સરકારને વિશ્વાસ છે કે આ વર્ષે વિકાસ દર બજેટમાં નક્કી કરવામાં આવેલા ટાર્ગેટથી વધારે રહેશે. સરકારને 2018-19ના બજેટમાં અંદાજિત જીડીપી 7.2 થી 7.5 ટકા વિકાસ દરનો આંકડો પાર કરવાની આશા છે. તેની સાથે તેમણે કહ્યું કે કેપિટલ એક્સપેન્ડિચરના ટાર્ગેટને પણ હાંસલ કરવામાં આવશે. સાથે કહ્યું કે આધાર વધવાથી ટેક્સ કલેક્શન બહેતર રહેશે. અને આ સંગ્રહ બજેટ અનુમાન કરતા વધારે રહેશે.
જો કે, પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવાના સવાલ પર તેમણે કહ્યું કે આ એક આંતરિક સમીક્ષા બેઠક હતી અને તેમાં એવા કોઈ જ વિષય પર વાત થઈ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement