શોધખોળ કરો

Arunachal Pradesh Election Results: માત્ર 56 મતથી ભાજપે જીતી ચૂંટણી, આ પાર્ટીને આપી હાર 

અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપે સતત ત્રીજી વખત રાજ્યમાં 46 બેઠકો જીતીને સત્તા કબજે કરી છે.

Arunachal Pradesh Assembly Elections Result 2024: અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપે સતત ત્રીજી વખત રાજ્યમાં 46 બેઠકો જીતીને સત્તા કબજે કરી છે. જો કે, રાજ્યમાં એક એવી બેઠક હતી જ્યાં કાંટે કી ટક્કર જોવા મળી હતી. ભાજપના ઉમેદવારે અજિત પવારની એનસીપીના ઉમેદવારને હરાવીને જીત મેળવી હતી.

માહિતી અનુસાર, નામસંગ વિધાનસભા બેઠક પર મુખ્ય સ્વદેશી જનજાતિઓમાં નોક્ટે અને વાંચોનો ઘણો પ્રભાવ છે. આ મતવિસ્તાર અરુણાચલ પ્રદેશ વિધાનસભાના 60 મતવિસ્તારોમાંથી એક છે અને આ બેઠક અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણીમાં આવે છે.

ભાજપે નામસંગ સીટ પર 56 વોટથી જીત મેળવી 

વાસ્તવમાં અરુણાચલ પ્રદેશની નામસાંગ વિધાનસભા સીટ પર બીજેપીના વાંગકી લોવાંગ અને અજિત પવારની એનસીપીના નગોંગલિન બોઈ વચ્ચે મુકાબલો હતો. રવિવારે સવારે (2 જૂન)થી મતગણતરી શરૂ થઈ હતી. ભાજપ અને એનસીપી વચ્ચે ગાઢ મુકાબલો જોવા મળ્યો હતો. જોકે, ભાજપના વાંગકી લોવાંગ 56 મતોની સરસાઈથી જીત્યા હતા.

2019માં પણ કાંટે કી ટક્કર થઈ હતી

તમને જણાવી દઈએ કે નામસંગ વિધાનસભા સીટ પર પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વાંગકી લોવાંગે કોંગ્રેસના ઉમેદવારને હરાવીને જીત મેળવી હતી. ભાજપના ઉમેદવાર 5,432 મતોથી નજીકની હરીફાઈમાં જીત્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર યલ્લુમ વિરાંગને હરાવ્યા, જેમને 4,109 મત મળ્યા.

અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આ પક્ષોને બેઠકો મળી હતી

અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 60માંથી 46 બેઠકો જીતી છે. NPEP પાંચ, NCP ત્રણ, PPA બે, કોંગ્રેસ એક અને અન્ય ત્રણ બેઠકો જીતી છે. 

અગાઉ અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી 4 જૂને થવાની હતી, પરંતુ ત્યાર બાદ તારીખો બદલવામાં આવી હતી કારણ કે સરકારનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો હતો. ચૂંટણી પંચે કહ્યું હતું કે મતોની ગણતરી 2 જૂને કરવામાં આવશે, જેથી વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધીમાં પરિણામો જાહેર કરી શકાય.  અરુણાચલ પ્રદેશ વિધાનસભામાં 60 બેઠકો છે, પરંતુ માત્ર 50 બેઠકો પર જ મતદાન થયું હતું. તેનું કારણ એ છે કે અહીંની 10 વિધાનસભા બેઠકો પર ભાજપે બિનહરીફ ચૂંટણી જીતી છે. જે 10 સીટો પર ભાજપનો ઝંડો લહેરાયો છે તેમાંથી બે સીટો મુખ્યમંત્રી પેમા ખાંડુ અને ડેપ્યુટી સીએમ ચૌના મેની પણ હતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દલાલીનું લાયસન્સ કોની પાસે?Hun To Bolish : હું તો બોલીશ : આ અડ્ડા કોનું પાપ?Mahakumbh 2025 : મહાકુંભમાં ગયેલા ઉનાના યુવકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલPatan Gambling Raid : પાટણમાંથી ઝડપાયું જુગારધામ , ભાજપનો નેતા જ રમાડતો હતો જુગાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ
બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
Embed widget